ચૂંટણીલક્ષી ભાષણના લાઈવ ટેલિકાસ્ટ પર પ્રતિબંધ

નવી દિલ્હીઃ બિહારમાં મહાગઠબંધને રવિવારે ઇલેક્શન ક‌િમશન પાસે વોટિંગવાળા દિવસોઅે વડા પ્રધાન નરેન્દ્ર મોદીની ચૂંટણીલક્ષી રેલીઅોના જીવનપ્રસારણ પર રોક લગાવવાની માગણી કરી છે. રાજ્યમાં કેટલાયે તબક્કાઅોમાં વિધાનસભાની ચૂંટણીઅો યોજાવાની છે. મહાગઠબંધને દાવો કર્યો છે કે તેની પાસે વોટિંગના પહેલા અને બીજા તબક્કામાં ક્રમશઃ ૧૨ અને ૧૮ અોક્ટોબરે રાજ્યના અન્ય ભાગમાં ચૂંટણી રેલીઅો સંબોધિત કરવાની વડા પ્રધાન મોદીની યોજનાઅો છે. 

મહાગઠબંધને ઇલેક્શન ક‌િમશન પાસે ભાજપના પ્રત્યેક પગલાનું વોટિંગ ખતમ થવા સુધી ૪૮ કલાક દરમિયાન રાજ્યમાં વડા પ્રધાનના ઇલેક્શન કેમ્પેન નક્કી ન કરવાના અાદેશ અાપ્યા છે. જેડીયુ, અારજેડી અને કોંગ્રેસના હસ્તાંક્ષરવાળા પત્રમાં કહેવાયું છે કે વોટિંગ દરમિયાન ચૂંટણી પ્રચાર અાદર્શ અાચારસંહિતાનું ઉલ્લંઘન છે. હવે રાજ્યના એક ભાગમાં વોટિંગ ચાલી રહ્યું હોય તેવા સમયે વડા પ્રધાનના ચૂંટણીલક્ષી ભાષણનું સીધું પ્રસારણ કોડ અોફ કંડક્ટનું સ્પષ્ટ ઉલ્લંઘન છે. 

તેમાં રિપ્રેઝન્ટેશન અોફ પીપલ્સ એક્ટના સેક્શન-૧૨૬નો ઉલ્લેખ પણ કરાયો છે, જેમાં વોટિંગ ખતમ થાય તેના ૪૮ કલાક પહેલાંથી લોકો સુધી ટેલિવિઝન કે તેને લગતા માધ્યમથી કોઈ પણ પ્રકારની ચૂંટણી સામગ્રીનું પ્રસારણ ન કરી શકે. અા પહેલાં મહાગઠબંધને બિહારની ચૂંટણી દરમિયાન વડા પ્રધાનની મન કી બાતના પ્રસારણ પર રોક લગાવવાની પણ માગણી કરી હતી. જોકે ઇલેક્શન ક‌િમશને અા કાર્યક્રમના પ્રસારણ પર રોક ન લગાવી, પરંતુ કહ્યું કે કોઈ પણ ચૂંટણીલક્ષી વાયદા ન થવા જોઈઅે.

 

You might also like