ચીને વિજય દિવસનાં નામે દેખાડ્યું પોતાનું બાહુબળ

બીજિંગઃ બીજા વિશ્વયુદધ્ધમાં જાપાન સામે વિજયના ૭૦ વર્ષની ઉજવણી નિમિત્તે ચીને પોતાની લશ્કરી તાકાતનું પ્રદર્શન કર્યું હતુ. ર૦૦ ફાઈટ વિમાનો બેલિસ્ટીક મિસાઈલ, ટેંકો અને અન્ય શસ્ત્ર પ્રણાલીની સાથે ત્રણેય પાંખના જવાનો ઉપરાંત એક હજાર વિદેશી જવાનોએ પરેડમાં ભાગ લીધો હતો. રશિયાના રાષ્ટ્રપતિ પુતીન, યુએન મહામંત્રી બાન કી મુન અને અન્ય વિદેશી મહેમાનોએ પરેડને નિહાળી હતી. પરેડની સલામી લેતાં ચીનના પ્રમુખ જીન પિંગે ચીનના લશ્કરમાં ત્રણ લાખ જવાનો ઘટાડવાની જાહેરાત કરી હતી.

You might also like