ચીનની મંદી વચ્ચે એશિયન બજારો ધરાશાયી

મુંબઈઃ એશિયન બજારોમાં પણ આજે અફડાતફડીનો દોર રહ્યો હતો. ચીનમાં આર્થિક મંદી અન્ય અર્થતંત્ર પર પણ માઠીઅસર કરી શકે છે. બેંચમાર્ક શાંઘાઈ કમ્પોઝિટમાં ૯.૨ ટકાનો અને હેંગસેંગમાં ૫.૪ ટકાનો ઘટાડો રહ્યો હતો. આવીજ રીતે જાપાનમાં શેરમાં તીવ્ર વેચવાલી રહી હતી. નિક્કીમાં ૪.૮ ટકાનો અને સ્ટ્રેટ ટાઈમ્સમાં ૩.૮ ટકાનો ઘટાડો રહ્યો હતો.  

શેરબજારની સાથે-સાથે એશિયન બજારમાં પણ કડાકો બોલી ગયો હતો. તમામ શેરમાં મંદીનું મોજું ફરી વળ્યું હતું. યુરોપિયન શેરબજારમાં પણ મંદી સાથે કારોબારની શરૃઆત થઈ હતી. આજે શેરબજારમાં ઘટાડો થવા માટે ચીનની સ્થિતિને પણ જવાબદાર ગણવામાં આવે છે. ચીનના શેરબજારમાં છેલ્લા કેટલાક દિવસથી અફડાતફડી જોવા મળી રહી છે. એશિયન બજારમાં પણ આની અસર થઈ છે.

શેરબજારમાં મદદરૃપ થવા પેન્શન ફંડનો ઉપયોગ કરવાની ખાતરી અપાઈ હોવા છતાં અફડાતફડી નોંધાઈ છે. ચીનમાં પેન્શન ફંડનો ઉપયોગ કરવામાં આવનાર છે. દેશના શેરબજારમાં તેમની નેટ સંપત્તિ પૈકી ૩૦ ટકા સંપત્તિનો ઉપયોગ કરવામાં આવનાર છે. શાંઘાઈ કમ્પોઝિટમાં આજે ઈન્ટ્રાડેના કારોબાર દરમિયાન ૯.૫ ટકાનો ઘટાડો રહ્યો હતો. અન્ય એશિયન બજારમાં પણ આવી સ્થિતિ રહી હતી. અમેરિકી શેરબજારમાં શુક્રવારે ભારે અફડાતફડી જોવા મળી હતી.

 

You might also like