ચીનના વાંગ જિયાનલિન બન્યા વિશ્વના સાૈથી અમીર વ્યક્તિ

હાંગઝાેેઉઃ ડાલિયન વાંડા ગ્રૂપના ચેરમેન વાંગ જિયાનલિન વિશ્વના સાૈથી અમીર ચીની નાગરિક બની ગયા છે. ન્યૂ હુરુન રિચના લિસ્ટ પરથી આ માહિતી મળી છે. તેમણે હાેંગકાેંગના લી કા શિંગને પાછળ રાખી દીધા છે. હુરુન રિસર્ચ ઈન્સ્ટીટયૂટની યાદીમાં જણાવ્યા અનુસાર ગત વર્ષની સરખામણીઅે જૂન મહિનાના આરંભમાં વાંગની પ્રાેપર્ટી ૫૦ ટકાથી વધુના વધારા સાથે ૨૬૦ અબજ યુઆન(લગભગ ૨,૫૮,૯૯૭ કરાેડ) થઈ ગઈ છે. વિશ્વના સાૈથી અમીર ચીની નાગરિકાેની આ યાદીમાં ૧૮ દેશ અને વિસ્તારાેના ન્યૂનતમ બે અબજ યુઆન પ્રાેપર્ટીવાળા ૧,૫૭૭ ટાયકુન સામેલ છે.

જેમાં ૩૦૨ હાેંગકાેંગ, મકાઉ, તાઈવાન, અને વિદેશના દેશાેમાંથી છે.  આ તમામની સંયુકત પ્રાેપર્ટી ૧૧૨.૭ અબજ યુઆન છે. જે રશિયાની જીડીપીની સમકક્ષ છે. વાંગ બાદ હાેંગકાેંગના ટાયકુન લી કા શીંગ ૨૦૦ અબજ યુઆન સાથે બીજા ક્રમે આવે છે. જ્યારે ઈ-કાેમર્સ કંપની અલીબાબાના દાતા અને ચેરમેન જૈકમા ૧૬૫ અબજ યુઆન સાથે વિશ્વના ત્રીજા સાૈથી અમીર ચીની નાગરિક બન્યા છે. હુરુન રિપાેર્ટના રિસર્ચર અને ચેરમેન રૂપર્ટ હુગવર્ફે જણાવ્યું કે હુરુને પહેલીવાર વિશ્વના સાૈથી અમીર ચીની નાગરિકાેનું લિસ્ટ જાહેર કર્યું છે. હુરુન ૧૯૯૯થી ચીનના સાૈથી અમીર બિઝનેસમેનની યાદી જાહેર કરે છે.  

વાંગ જિયાનલિનનાે જન્મ ૨૪ આેકટાેબર ૧૯૫૪માં દક્ષિણ પશ્વિમ ચીનના સિચુઆન પ્રાંતની ચાંગ્સી કાઉન્ટીમાં થયાે હતાે. ૧૯૮૯માં તેઆે શીંગૈંગ રેસિડેંશિયલ ડેવલપમેન્ટના જનરલ મેનેજર બન્યા હતા. તેઆે જિઆંગયિન ખાતેની અેક ફેકટરીના ચીફ તરીકે પણ રહી ચુક્યા છે. ૧૯૯૨માં તેમણે ડાલિયન વાંડા ગ્રૂપમાં જનરલ મેનેજરનાે હાેદાે સંભાળ્યાે હતાે. સન ૧૯૯૩માં તે જ કંપનીમાં સીઈઆે બની ગયા હતા. તેમની કંપની પાસે ચીનમાં ૯.૦૩ મિલિયન સ્કેવર મીટરની પ્રાેપર્ટી છે. 

 

You might also like