ચા વેચતા વેચતા યુપીનાં લોકો પાસેથી શિખ્યો હિન્દી: મોદી

ભોપાલ : વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે ભોપાલનાં લાલ પરેડ ગ્રાઉન્ડમાં ત્રીદિવસીય વિશ્વ હિન્દી સંમેલનનું ઉદ્ઘાટન કર્યું. આ પ્રસંગે તેમણે કહ્યું કે સિંહસ્થની તૈયારી પહેલા જ ભોપાલની ધરતી પર હિંદીનો મહાકુંભ થઇ રહ્યો છે. આ વખતે તેમણે હિન્દી ભાષા પર જોર આફવાનો પ્રયાસ કર્યો છે. જ્યારે ભાષા હોય છે ત્યારે આપણને અંદાજ નથી હોતો કે તેની તાકાત શઉં છે. સદિયો બાદ જ્યારે તે કોઇ અન્યનાં હાથમાં જાય છે તો વર્ષો સુધી ભાળ મેળવવાનાં પ્રયાસો કરવામાં આવે છે કે લખ્યું શું હતું. 

વડાપ્રધાન મોદીએ કહ્યું કે આજે સાંભળવા માળે છે કે સંસ્કૃત ભાષામાં જ્ઞાનનો ભંડાર છે. સંસ્કૃત વિદ્વાનો ઓછા હોવાનાં કારણે આપણને જ્ઞાન નથી મળી રહ્યું. પરંતુ આપણે જ ધીરે ધીરે સંસ્કૃતથી અલગ થયા એટલે આપણને જ્ઞાન ન મળી શક્યું. દરેક પેઢીની જવાબદારી છે કે પોતાની ભાષાની સંભાળ રાખે અને આગામી પેઢી સુધી તે ભાષા પહોંચાડે. તેમણે કહ્યું કે ગમે તેવી પરિસ્થિતીમાં આપણે આપણી ધરોહર જાળવવી જોઇએ. ભાષા લુપ્ત થાય પછી તેની કિંમત ખબર પડે છે. તેમણે કહ્યું કે મારી માતૃભાષા ગુજરાતી છે પરંતુ જો હું હિન્દી ન જાણતો હોત તો લોકો સુધી કઇ રીતે મારી વાત પહોંચાડી શક્યો હતો.હું અહીં હિન્દી સાહિત્ય નહી પરંતુ ભાષાની વાત કરી રહ્યો છું. 

વડાપ્રધાને કહ્યું કે આપણે ધીરે ધીરે આદત પાડવી જોઇએ કે હિંદુસ્તાની ભાષાઓ પોતાની લિપીમાંતો ખરીજ પરંતુ નાગરિ લિપીમાં પણ લખવામાં આવે. ભાષા ક્યારે પણ જડ ન હોઇ શકે. તે તો હવાની એક લહેરખી છે. જ્યાંથી પસાર થશે ત્યાં સુગંધ ફેલાવીને જશે. 

વડાપ્રધાને પોતાનો અનુભવ વર્ણવતા કહ્યું કે હિન્દી ભાષા હું જ્યારે ચા વેચતો હતો ત્યારે ચા પીવા માટે આવતા લોકો પાસેથી શિખ્યો. વેપારીઓ ટ્રેનમાં આવતા જતા હું તેમની સાથે હિન્દીમાં વાતો કરતો. મે યુપીથી આવનારા દુધનાં વેપારીઓ પાસેથી હિન્દી ભાષા શિખી. હું મંગોલિયા ગયો ત્યાં પણ હિન્દી ભાષાનું ભારે આકર્ષણ છે. રશિયામાં પણ હિન્દી બોલનારા ઘણા લોકો મળી રહેશે. 

 

You might also like