ચાર સપ્તાહમાં ડુંગળીના ભાવ ૨૫ ટકા તૂટ્યા

અમદાવાદઃ ડુંગળીની નવી આવક આવવાનું શરૂ થતાંની સાથે જ સ્થાનિક ખેતીવાડી ઉત્પાદન બજાર સમિતિમાં તેના ભાવ તૂટ્યા છે. પાછલાં ચાર સપ્તાહમાં જથ્થાબંધ બજારમાં ડુંગળીના ભાવમાં ૨૫ ટકાથી વધુનો ઘટાડો નોંધાયો છે. ચાર સપ્તાહ પૂર્વે સ્થાનિક માર્કેટયાર્ડમાં સૌરાષ્ટ્ર ડુંગળીનો ૨૦ કિલોનો ભાવ રૂ. ૯૫૦ હતો, જે હાલ ઘટીને નવી આવક શરૂ થતાં રૂ. ૭૦૦ની સપાટીએ આવી ગયો છે. સ્થાનિક ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિના જાણકારોના જણાવ્યા પ્રમાણે નવી આવક શરૂ થવાના કારણે જ સ્ટોકિસ્ટો દ્વારા સ્ટોક કરાયેલ ડુંગળી બજારમાં આવતાં યાર્ડમાં સપ્લાય વધ્યો છે તો બીજી બાજુ દેશમાં મહારાષ્ટ્ર, કર્ણાટક અને આંધ્રપ્રદેશના પ્રદેશોમાં પણ ડુંગળીની આ‍વકમાં વધારો થતાં ભાવમાં ગાબડાં પડ્યાં છે.તો બીજી બાજુ ડુંગળીના ભાવને અંકુશમાં લેવા સરકાર દ્વારા ડુંગળી આયાત કરાઇ છે અને આયાતી ડુંગળી ઓક્ટોબરના પ્રથમ સપ્તાહમાં આવી જશે તેવી શક્યતાઓ પાછળ પણ ડુંગળીના ભાવ પ્રેશરમાં જોવાયા છે. ઉલ્લેખનીય છે કે ડુંગળીની સરકારે ૧૦,૦૦૦ ટનની આયાત કરી છે.
You might also like