ચાર વર્ષમાં ૧૧ ન્યૂક્લિયર વિજ્ઞાનીઓનાં રહસ્યમય મોત

નવી દિલ્હીઃ ડિપાર્ટમેન્ટ અોફ અેટમિક એનર્જીના તાજેતરના અાંકડાઅો મુજબ ૨૦૦૯થી ૨૦૧૩ની વચ્ચે ૧૧ ન્યૂ ક્લિયર વિજ્ઞાનીનાં અકાળે મોતની ઘટનાઅો સામે અાવી છે. હરિયાણામાં રહેનાર રાહુલ શેરાવતને અારટીઅાઈના જવાબમાં ડિપાર્ટમેન્ટે અા જાણકારી અાપી છે. 

ડિપાર્ટમેન્ટના જણાવ્યા મુજબ લેબ અને રિસર્ચ સેન્ટરમાં કામ કરનાર આઠ વિજ્ઞાની અને એન્જિનિયરોના વિસ્ફોટ, સમુદ્રમાં ડૂબવા કે ગળે ફાંસો ખાવાથી મોત થયાં છે. તો બીજી તરફ ન્યૂ ક્લિયર પાવર કોર્પોરેશનના બે અધિકારીઅોઅે અાત્મહત્યા કરી લીધી છે. એક જ મૃત્યુ રોડ એક્સિડન્ટમાં થયું.

રહસ્યમય અાગથી બે વિજ્ઞાનીનાં મોતબાર્ક, ટ્રામ્બેની કેમેસ્ટ્રી લેબમાં ૨૦૧૦માં રહસ્યમય રીતે અાગ લાગી. જેમાં બે રિસર્ચ સ્કોલર્સના મૃત્યુ થયાં. એક ગ્રેડના એક  વિજ્ઞાનીનું મુંબઈમાં તેમના ઘરે મર્ડર કરી દેવાયું. હજુ સુધી અારોપીની જાણ થઈ નથી.

અલગ અલગ છે કારણ૨૦૧૦માં સી ગ્રૂપના બે  વિજ્ઞાનીની લાશ તેમના ઘર પર પડી હતી. બીજી તરફ રાવત ભાટામાં અા જ દરજ્જાના એક  વિજ્ઞાનીની લાશ ૨૦૧૨માં ઘરમાંથી મળી. બાર્કના એક કેસમાં પોલીસનો દાવો છે કે  વિજ્ઞાનીએ બીમારીને કારણે અાત્મહત્યા કરી હતી. અારઅારસીએપીના ડી ગ્રેડના  વિજ્ઞાનીએ પણ અાત્મહત્યા કરી લીધી. કલ્પક્કમમાં એક વધુ  વિજ્ઞાનીએ ૨૦૧૩માં અાત્મહત્યા કરી હતી. મુંબઈના  વિજ્ઞાનીએ ફાંસી લગાવીને અાત્મહત્યા કરી લીધી. એક  વિજ્ઞાનીએ કર્ણાટકમાં નદીમાં કૂદીને જીવ ગુમાવ્યો. 

You might also like