ચામડાંના કચરામાંથી તૈયાર થઈ શકશે અેરોપ્લેન

ચેન્નાઈઃ એક બાજુ અહીં ચામડાંમાંથી જુદા અને જરૂરિયાતની બીજી વસ્તુઅો બનાવવામાં અાવે છે. તો બીજી તરફ તેના કચરામાંથી હવાઈ જહાજ પણ બનાવી શકાય છે. અા કામ એટલું મુશ્કેલ નથી. ચેન્નઈ સ્થિત સેન્ટ્રલ લેધર રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટના વૈજ્ઞાનિકોઅે ચામડાના ઘન કચરામાંથી એક એવું નેનો કમ્પોઝિટ મટીરિયલ બનાવવામાં સફળતા મેળવી છે જે એટલું મજબૂત હશે કે તેનાથી કાર, બાઈક કે હવાઈ જહાજની બોડી તૈયાર કરી શકાશે.એટલું જ નહીં અા ઉપરાંત હળવા વજનવાળાં કન્સ્ટ્રક્શન, મટીરિયલ, વીજળીની સ્વિચ, કમ્પ્યૂટર કેબિનેટ અને દોરડાં પણ બનાવી શકાશે. ચામડાની સપાટીને નરમ અને મુલાયમ બનાવવાની પ્રક્રિયા દરમિયાન દૂર જઈ અોલિવર અને કેટલાક નેનો પાર્ટિકલ સાથે ભેળવીને અા પદાર્થ તૈયાર કરવામાં અાવશે. તેની તાકાત કોઈ ધાતુ બરાબર જ હશે. અા પોલિવર એક ગુંદર બરાબર હશે અથવા તો સિન્થેટિક રબર જ્યારે નેનો પાર્ટિકલ ટાઈટેનિયમ ડાયોક્સાઈડ  કે સિલિકોન ડાયોક્સાઈડ હોઈ શકે છે.

You might also like