ચાકુની અણીએ કોલગર્લે ભાજપી સાંસદના પુત્રને લૂંટ્યો

અમરોહા (ઉત્તરપ્રદેશ) : ભાજપના સાંસદ કંવરસિંહ તંવરના પુત્ર મેહરસિંહને મોજમસ્તી માટે કોલગર્લ બોલાવવાનું ભારે પડ્યું હતું. મેહર પોતાના બિઝનેસ કાર્ય માટે મુંબઇ ગયા હતા અને વકોલા પાસે એક ફાઇવ સ્ટાર હોટલમાં રોકાયા હતા. અહીંથી તેઓએ એસ્કોર્ટ સર્વિસ આપનારી એક એજન્સીને કોલ કર્યો હતો.

પોલીસે દાખલ કરેલી ફરિયાદ પ્રમાણે કોલગર્લએ ચાકુની અણીએ મેહર પાસેથી દોઢ લાખ રૂપિયા લૂંટી લીધા હતા. જોકે પોલીસે હોટલનો સીસીટીવી કેમેરાનો ફૂટેજ જોતા તેમાં ચોરીની ઘટના નથી જોવા મળી. ભાજપના સાંસદ કંવરસિંહ પ્રમાણે દોઢ લાખ રુપિયાની સાથે અમુક સામાન પણ ચોરી થયો હતો.

મેહરના જણાવ્યાં પ્રમાણે, એસ્કોર્ટ સર્વિસથી આવેલી કોલગર્લએ બહારથી જ ફોન કર્યો હતો અને તેને લેવા જયારે તેઓ હોટલની બહાર પહોંચ્યા તો કોલગર્લએ તેમના પેટ પર ચાકુ લગાવી પૈસા માંગ્યા હતા. મેહરે ડરી પોતાની પાસે રહેલા દોઢ લાખ રૂપિયા કોલગર્લએ આપી દીધા હતા. જોકે યુવતીનાં ફરાર થયા બાદ તેઓએ પોલીસ સ્ટેશન જઈ ફરિયાદ નોંધાવી હતી.

મેહરે પોલીસને કોલગર્લની ઓળખ પણ બતાવી હતી, જેને આધારે પોલીસે અમુક સ્થળોએ રેડ પાડી હતી અને બે લોકોની ધરપકડ કરી તેમની પૂછપરછ કરી હતી. જોકે પોલીસ અધિકારી પ્રમાણે સીસીટીવી ફૂટેજ આધારે લૂંટની ઘટના બની હોવાનું સ્પષ્ટ થતું નથી.

 

You might also like