ચાંદીમાં રોકાણ વધુ ફાયદેમંદ સાબિત થશે?

અમદાવાદઃ સોના કરતાં ચાંદીમાં રોકાણ વધુ ફાયદેમંદ સાબિત થાય તેવી શક્યતા છે. ઉલ્લેખનીય છે કે પાછલા પાંચ મહિનાના સમયગાળામાં ચાંદીમાં ૧૦ ટકાથી વધુનો ઘટાડો નોંધવામાં આવ્યો હતો, જ્યારે કિલોએ ૨,૦૦૦થી વધુનો ઘટાડો નોંધાયો છે. બજારના જાણકારોના જણાવ્યા પ્રમાણે સોનાની સરખામણીમાં આગામી દિવસોમાં ચાંદીમાં ભારે માગ રહે તેવી શક્યતા છે. એટલું જ નહીં વૈશ્વિક લેવલે પણ ચાંદીની માગમાં ભારે માગ જોવાય તેવી શક્યતા બુલિયન બજારના નિષ્ણાતો વ્યક્ત કરી રહ્યા છે.દરમયાન વર્ષ ૨૦૧૧માં ચાંદીમાં પ્રતિ કિલો ગ્રામે રૂ. ૭૦,૦૦૦ની સપાટીએ ભાવ જોવાયા હતા, પરંતુ ત્યાર બાદ વૈશ્વિક સહિત સ્થાનિક બજારમાં સોના અને ચાંદીના ભાવમાં સતત ગાબડાં પડ્યાં હતાં. સ્થાનિક બજારના જાણકારોના કહેવા પ્રમાણે રોકાણકારોનો હવે સોના કરતાં ચાંદીમાં  રોકાણ કરવાનો ટ્રેન્ડ વધ્યો છે.
You might also like