ચહેરો બદલાઇ શકે છે, પ્રતિભા નહીંઃ અદિ‌તિ

દક્ષિણ ભારતીય ફિલ્મોમાંથી હિન્દી ફિલ્મોમાં અાવેલી અદિ‌તિ રાવ હૈદરીએ સાત વર્ષમાં કુલ ૮ ફિલ્મો કરી છે, જેમાં એક-બેને છોડીને બીજી બધી સરેરાશ રહી. અા ફિલ્મના માધ્યમથી એણે પોતાની પ્રતિભા અને સુંદરતાને સાબિત કરી. તેની અાવનારી ફિલ્મોમાં ‘દેવદાસ’ અને ‘વજીર’ સામેલ છે, જેને લઈને તે ખૂબ જ ઉત્સાહિત છે. અા ઉપરાંત તે એક બંગાળી ફિલ્મ પણ કરી રહી છે. 

અદિતિ કહે છે કે બોલિવૂડમાં અભિનેતાઓની સરખામણીમાં અભિનેત્રીઓને ઓછું વળતર મળે છે. તે કહે છે કે મને સમજમાં અાવતું નથી કે અમે પણ અભિનેતાઓ જેટલી જ મહેનત કરીએ છીએ તો અમને શા માટે ઓછું વળતર અાપવામાં અાવે છે. અમે પણ સારા પૈસા મળે તેવી અાશા રાખતાં હોઈએ છીએ. અાજે અભિનેત્રી સારાં પાત્રો ભજવી રહી છે. ઈન્ડસ્ટ્રી માટે સારી વાત છે કે મહિલા કેન્દ્રિત ફિલ્મ્સ બની રહી છે અને સારો બિઝનેસ પણ કરે છે.

અદિ‌તિ ગ્લેમરસ અને ગંભીર ભૂમિકાઓની વચ્ચે સંતુલન સાધીને ચાલવા ઈચ્છે છે. તે કહે છે કે મને ગ્લેમરસ ભૂમિકાઓ ભજવવી ખૂબ જ ગમે છે, પરંતુ હવે મેં મારો માઈન્ડ સેટ બદલી લીધો છે. હું કોઈ પણ ફિલ્મમાં રિપ્લેસ થવા નહીં ઈચ્છું, હું એ વાતથી સહમત છું કે ચહેરા અને શરીર બદલાઈ જાય છે, પરંતુ પ્રતિભા બદલાતી નથી. મને લાગે છે કે હજુ મારા માટે ઘણુંબધું છે અને ફિલ્મકારો મારામાં તે જોઈ રહ્યા છે. 

You might also like