ચક્કાજામ કરી મુખ્યમંત્રીને પાવાગઢ જતાં રોકો : હાર્દિક

લુણાવાડા :  હાર્દિક પટેલ મધ્યપ્રદેશ રતલામથી પરત ફરતા દાહોદ જિલ્લાના લીમખેડા ખાતે તેમનું સ્વાગત થયાના સમાચાર વોટસએપ પરત ફરતા થયા હતા અને ત્યારબાદ રાત્રીના ૯-૩૦ કલાકે તા. ૧૧મીએ હાર્દિક પટેલે લુણાવાડાના ખોડાઆંબા ગામે એન્ટ્રી મારી અચાનક હાર્દિક પટેલનું આગમન થયું અને હજારોની સંખ્યામાં પાટીદાર સમર્થકોનું ઉમટી પડવું આગોતરા આયોજન મુજબ શક્ય ન બને.

હાર્દિક પટેલે પોતાના ઉદ્બોધનમાં જણાવ્યું કે, અમદાવાદની રેલીમાં સરકાર તથા પોલીસની મિલિભગતથી થયેલા અત્યાચારો પટેલ જાતિની મહિલાઓને પોલીસે બિભત્સ ગાળોનો જવાબ આપવાનો  ટાઈમ પાકી ગયો છે. આ સરકાર તથા પોલીસે કરેલા દમનનો ૧૦ ટકા હિસાબ ચૂકતે પાટીદારોએ કરવાનો છે. તા. ૧૩મીએ મુખ્યમંત્રી ફોઈબા આનંદીબેન પાવાગઢ આવવાના છે ત્યારે તેમના કાર્યક્રમમાં વિરોધ પ્રદર્શન કરી પાવાગઢ માં કાલિકાના ધામે જતા તમામ રસ્તા રોકીને વાહન વ્યવહાર અટકાવી દેવા આહવાન કર્યું હતું.

હજારોની સંખ્યામાં રાત્રે ઉમટી પડેલા પાટીદાર સમર્થકો અને હાર્દિક પટેલની એન્ટ્રીએ સવાર થતાં લુણાવાડા નગરના બજારમાં ચકચાર મચાવી દીધી હતી. હાલોલના પ્રતિનિધિનો સંદેશો જણાવે છે કે, ગઈકાલે હાલોલમાં પાટીદારોની ગુપ્ત બેઠક યોજાઈ હતી. જેમાં પાટીદારો દ્વારા અનામતની જે માંગણી સરકાર પાસે કરવામાં આવી હતી તેમાં સરકાર દ્વારા સંતોષકારક સમાધાનકારી વલણ નહીં અપનાવતા પાટીદારો દ્વારા આંદોલન ચાલુ જ રાખવામાં આવશે.

તેમજ પાવાગઢના કાર્યક્રમમાં ઉપસ્થિત રહેનાર મુખ્યમંત્રી (ફોઈબાને લોલીપોપ) આપવાની પાટીદારોને હાકલ કરી હતી. તેમણે એવો આક્ષેપ કર્યો હતો કે પાટીદારોની અનામતની માંગણી સામે રાજય સરકારે પાટીદારોને છેતર્યા છે અને લોલીપોપ આપી છે જેથી સરકાર સામે વિરોધ નોંધાવવા ફોઈબાને લોલીપોપ આપવાની હાકલ ગામના પાટીદારોને હાર્દિક પટેલે બેઠકમાં કરી હતી. જે અંગેની જાણ વહીવટી તંત્રને થતાં તંત્ર હરકતમાં આવ્યું હતું.

આ બેઠક થયાની ચર્ચાઓ કેટલેક અંશે સાચી છે તેની સમીક્ષા વહીવટી તંત્ર દ્વારા કરવામાં આવી હતી. મુખ્યમંત્રીના કાર્યક્રમ દરમિયાન કોઈ રૃકાવટ ન સર્જાય તેની તકેદારી રાખવામાં આવી હોવાનું સૂત્રો દ્વારા જાણવા મળ્યું હતું.મુખ્યમંત્રીના પાવાગઢ ખાતે મંગળવારના કાર્યક્રમ માટે આવવાના રૃટ પર હાલોલ સેવાસદન તેમજ પાવાગઢ પંચાયત દ્વારા તમામ વિસ્તારોમાં તાબડતોબ સફાઈ કામદારોને મૂકી કચરો તેમજ ગંદકી દૂર કરાવી હતી.

જેથી હાલોલ તેમજ પાવાગઢની ચોખ્ખાઈની પ્રતિતિ મુખ્યમંત્રીને થાય અને તેમની આંખોએ દેખાય પરંતુ બીજીબાજુ નગરના એ સિવાયના વિસ્તારો કુડા કચરાના અને ગંદકીથી ખદબદતા રહે તેની તંત્ર દ્વારા કોઈ પરવાહ કરવામાં આવતી નથી. વહીવટીતંત્રની કાર્યપધ્ધતિ મુખ્યમંત્રીએ નિહાળવી હોય તો દરેક ઠેકાણે આકસ્મિક આવી પહોંચે તો ખરું રૃપ તેઓની સામે આવે તેની ચર્ચાઓએ હાલોલ પંથકમાં જોર પકડયું હતું.

You might also like