ચંડીગઢ :અસુવિધા માટે મોદીએ માંગી માફી : કોંગ્રેસે કર્યો કાંકરીચાળો

નવી દિલ્હી : વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શુક્રવારે પોતાની ચંડીગઢ યાત્રા દરમિયાન લોકોને થયેલી અસુવિધા માટે જો કે માફી માંગી છે. પરંતુ કોંગ્રેસે આ મુદ્દાઓ પર મોદી પર નિશાન સાધ્યું છે. કોંગ્રેસે આરોપ લગાવ્યો છે કે મોદીની આ વીઆઇપી યાત્રાનાં કારણે ચંદીગઢનાં એકમાત્ર સ્મશાન ઘાટને બંધ રાખવામાં આવ્યું હતું. જેનાં કારણે કારગિલ યુદ્ધનાં હીરો એવા જવાનને પોતાનાં પુત્રનાં અંતિમ સંસ્કાર માટે ભટકવું પડ્યું. 

કોંગ્રેસ પ્રવક્તા રણદીપ સુરજેવાલાએ કહ્યું કે મોદીની ચંડીગઢ યાત્રાથી સાબિત થઇ ગયા છે કે પોતાને સેવક જણાવનારા મોદી અસલમાં તો સાહેબ જ છે. તેમણે કહ્યું કે સત્તાનાં નશામાં ચુર મોદીની ચંડીગઢ મુલાકાત માટે ત્યાંનાં એકમાત્ર સ્મશાન ઘાટને બંધ રાખવામાં આવ્યા. જેનાં કારણે સામાન્ય લોકો સહીત તમામને ભારે અગવડતા પડી હતી. તેમણે કહ્યું કે જેનાં કારણે કારગિલ યુદ્ધનાં હીરો બ્રિગેડિયર દેવેન્દ્ર સિંહનાં એકમાત્ર પુત્ર કરણ અંગદ સિંહને દાહ સંસ્કારની અનુમતી પણ મળી નહી. લાચાર સૈનિકને પોતાનાં પુત્રનો અંતિમ સંસ્કાર અન્ય સ્થળે કરવું પડ્યું. 

મોદીએ માંગી માફી : બીજી તરફ મોદીએ ચંડીગઢનાં લોકોને થઇ અસુવિધાનાં માટે માફી માંગી છે. વડાપ્રધાને ચંડીગઢમાં સિટી એરપોર્ટ પર નવા ટર્મિનલનું ઉદ્ધાટન કરતા હતા. વડાપ્રધાને કહ્યું કે આ મુદ્દે એક તપાસ થશે અને અધિકારીઓની જવાબદારી નક્કી કરવામાં આવશે. રિપોર્ટ અનુસાર મોદીની યાત્રાનાં કારણે લોકોને ખુબ જ અસુવિધા ભોગવવી પડી. આ યાત્રાનાં કારણે ચંડીગઢમાં શાળાઓ બંધ રાખવામાં આવી હતી. શુક્રવારે વડાપ્રધાને ચંડીગઢ એરપોર્ટ પર પોતાનાં ટર્મિનલનું ઉદ્ધાટન કર્યુ. અહીથી સ્થાનીક અને આંતરરાષ્ટ્રીય બંન્ને વિમાની સેવા સંચાલિત થશે.આ એરપોર્ટથી પંજાબ,હરિયાણા અને હિમાચલ પ્રદેશને લાભ થશે. 939 કરોડનો પ્રોજેક્ય હતો. તેને ઉત્તર ભારતમાં ક્ષેત્રીય પ્રગતિનાં અદ્ભત રૂપમાં સ્વિકારવામાં આવી રહ્યો છે. 

You might also like