ઘરના ખૂણેખૂણા સાફ કરી અાપે તેવો રુમ્બા નામનો નવો રોબોટ શોધાયો

જો તમે રુમ્બા નામના રોબો વિશે ક્યારેય સાંભળ્યું નહીં હોય તો એનો મતલબ એ થયો કે હજી તમે પરંપરાગત પદ્ધતિથી જ ઘરમાં કચરા-પોતાં કરો-કરાવો છો. નાનકડા વજનકાંટા જેવા દેખાતા રોબો રુમ્બાની હાઉસ ક્લીનિંગમાં માસ્ટરી છે, પરંતુ હવે એની કંપની અા રોબોનું નવું રુમ્બા ૯૮૦ નામનું વર્ઝન લાવી છે. એ રીતસર ઘરમાં જોઈકારવીને સાફસફાઈ કરે છે.

અા નવા રોબોમાં ખાસ પ્રકારનાં સેન્સર લગાડવામાં અાવ્યાં છે, જે પોતાની અાસપાસના ઘરનો એક નકશો તૈયાર કરે છે અને પછી જ ઘરની દરેક દીવાલેથી ૯૦ ડિગ્રીએ ટર્ન મારીને સાફસફાઈ કરે છે. અા સેન્સરથી એ પોતાના રસ્તામાં અાવતી અડચણો પણ પારખીને એ પ્રમાણે પોતાનો રૂટ બદલી શકે છે. સામાન્ય સંજોગોમાં એક ખૂણામાં દીવાલ પર લાગેલા પ્લગથી ચાર્જ થયા કરતા અા રોબોને અાપણે ગમે ત્યાં બેઠાં-બેઠાં એની સ્માર્ટફોન એપ્લિકેશનથી કન્ટ્રોલ કરી શકીએ છીએ. 

You might also like