ઘરઆંગણે સોના અને ચાંદીમાં મજબૂતાઈ નોંધાઈ

અમદાવાદઃ આંતરરાષ્ટ્રીય બજારમાં ડોલરમાં મજબૂતાઇ જોવા મળી રહી છે અને તેના કારણે વૈશ્વિક સોના અને ચાંદીના ભાવ પ્રેશરમાં જોવાયા છે. વૈશ્વિક બજારમાં સોનું મહત્ત્વની ૧૧૨૫ ડોલરની સપાટી તોડી વધુ નીચે ૧૧૨૩ ડોલરની સપાટીએ જોવા મળ્યું છે. દરમિયાન ચાંદીના ભાવ પણ પ્રેશરમાં જોવાયા હતા. ચાંદી ૦.૨૫ ટકા તૂટી ૧૪.૭ ડોલર પ્રતિઔંસની સપાટીએ જોવાઇ હતી. આજે શરૂઆતે સ્થાનિક બજારમાં સોનામાં રૂ. ૧૫૦નો ઉછાળો નોંધાયો હતો અને ૧૦ ગ્રામ શુદ્ધ સોનું ૨૬,૮૦૦ની સપાટીએ ખૂલ્યું હતું, જ્યારે ચાંદીમાં પણ રૂ. ૧૦૦નો મજબૂત સુધારો નોંધાઇ રૂ. ૩૫,૬૦૦ની સપાટીએ ખૂલી હતી. આમ, ઘરઆંગણે સોના અને ચાંદીમાં મજબૂત ઉછાળો નોંધાયો છે.વૈશ્વિક બજારના જાણકારોના જણાવ્યા પ્રમાણે યુએસ ફેડરલ રિઝર્વે વ્યાજના દરમાં વધારો નહીં કરતાં બુલિયન બજારમાં વધુ અનિશ્ચિતતા જોવા મળી છે અને આ પ્રકારના અનિશ્ચિતતાભર્યા માહોલ વચ્ચે ડોલરમાં મજબૂતાઇ તરફી ટ્રેન્ડ જોવાતાં 
વૈશ્વિક સોના અને ચાંદીના ભાવ વધુ તૂટ્યા છે.
You might also like