ગોલ ટેસ્ટ: ભારત પર હારનો ખતરો, હેરાથનો તરખાટ

ગોલઃ ભારત-શ્રીલંકા વચ્ચે ચાલી રહેલી પ્રથમ ટેસ્ટમાં ભારત પર પરાજયના વાદળો ઘેરાયા છે. શ્રીલંકાએ આપેલા ૧૭૬ રનના પડકાર સામે ભારતના બીજી ઇનિંગ્સમાં ચોથા દિવસે લંચ સમયે સાત વિકેટે ૭૮ રન બનાવ્યાં છે. ટીમ ઇન્ડીયાના ટોચના બેટસમેનો બીજી ઇનિંગ્સમાં ફલોપ જતાં ભારત પર હારનો ખતરો જોવા મળી રહ્યો છે. શ્રીલંકા તરફથી બીજી ઇનિંગ્હેસમાં હેરાથે સૌથી વધુ પાંચ વિકેટ ઝડપી હતી. હાલમાં રહાણે ૧૮ અને અશ્વિન ત્રણ રને રમતમાં છે. ભારતને જીત માટે હજુ પણ ૯૮ રનની જરૂરીયાત છે. આ અગાઉ ભારતની બીજી ઇનિંગ્સમાં કંગાળ શરૂઆત રહી હતી. એક તબક્કે અડધી ટીમ ઇન્ડીયા ૬૦ રનમાં પેવેલિયન પરત ફરી ગઇ હતી. ભારતીય બેટસમેનમાં શિખર ધવન ૨૮, વિરાટ કોહલી ૩, રોહીત શર્મા ૪ રન બનાવી આઉટ થઇ ગયા હતા.

You might also like