ગોલ્ડન ચાન્સઃ IIT ગાંધીનગરમાં સ્કોલરશિપ સાથે અભ્યાસ

આઇ.આઇ.ટી. ગાંધીનગર દ્વારા સોસાયટી એન્ડ કલ્ચર સ્ટ્રિમમાં એમ.એ. પ્રોગ્રામ માટે સ્કોલરશિપ આપવાની જાહેરાત કરવામાં આવી છે. આ સ્કોલરશિપ માટે લેખીત પરિક્ષા અને ઇન્ટર્વ્યૂ દ્વારા ઉમેદવારોની પસંદગી કરવામાં આવશે. કોઇ પણ વિદ્યાશાખામાં 55 ટકા માર્ક્સ સાથે બેચલર ડિગ્રી ધરાવતા ઉમેદવારો આઇ.આઇ.ટી. ગાંધીનગરમાં સ્કોલરશિપ માટે અરજી કરી શકે છે. એમ.એ. માં એડમિશન કન્ફર્મ થઇ ગયા પછી જ વિદ્યાર્થીને સ્કોલરશિપ મળે છે. આ સ્કોલરશિપ મેળવવાર વિદ્યાર્થીને દર મહિને 5000 રૂપિયા સ્ટાયપેન્ડ તરીકે આપવામાં આવે છે. 

આઇઆઇટી જેવી દેશની ખ્યાતનાં શિક્ષણ સંસ્થામાં અભ્યાસ કરવાની ઇચ્છા દેશના મોટાભાગના તેજસ્વી વિદ્યાર્થીઓ ધરાવતા હોય છે. આવામાં જો આઇ.આઇ.ટી.માં અભ્યાસ કરવાની તક સાથે સ્કોલરશિપ પણ મળી જાય તો સોનામાં સુગંધ ભળવા જેવી વાત થઇ જાય. 

અરજી કરવાની છેલ્લી તારીખ

12 જાન્યુઆરી

વેબસાઇટ

www.iitgn.ac.in

 

You might also like