ગોલકીપર અદિતિ ચૌહાણનો ઈંગ્લિશ ક્લબ સાથે કરાર

લંડનઃ ઈંગ્લિશ પ્રીમિયર લીગ (ઈપીએલ)ની વેસ્ટ હેમ મહિલા ફૂટબોલ ટીમે ભારતની રાષ્ટ્રીય ટીમ તરફથી રમતી ગોલકીપર અદિતિ ચૌહાણ સાથે કરાર કર્યો છે. અદિતિ ઈંગ્લેન્ડની ટોચની ફૂટબોલ ક્લબ સાથે જોડાનારી પહેલી ભારતીય ખેલાડી છે. ઈંગ્લિશ ક્લબે કહ્યું કે આખી સિઝન માટે અદિ‌િત ટીમ સાથે જોડાઈ ચૂકી છે. વેસ્ટ હેમ મહિલા ફૂટબોલ ટીમ હાલમાં ઈંગ્લેન્ડની ઘરેલુ ટૂર્નામેન્ટમાં ત્રીજી શ્રેણીના ફૂટબોલ એસોસિયેશન (એફએ) મહિલા પ્રીમિયર લીગ સાઉદર્ન ડિવિઝનમાં રમી રહી છે.

વેસ્ટ હેમની સિનિયર પુરુષ ટીમ ઈંગ્લેન્ડની ટોચની ટૂર્નામેન્ટ ઈંગ્લિશ પ્રીમિયર લીગ (ઈપીએલ)નો નિયમિત હિસ્સો છે. વેસ્ટ હેમ લેડીઝે ટ્વિટ કર્યું કે, ”ભારતીય ફૂટબોલ માટે ખુશખબર… વેસ્ટ હેમે ભારતની આંતરરાષ્ટ્રીય ગોલકીપર અદિતિ સાથે કરાર કર્યો છે.” અદિ‌િત ગત વર્ષે દક્ષિણ કોરિયાના ઈંચિયોનમાં યોજાયેલી એશિયન ગેમ્સમાં ભારતીય ટીમનો હિસ્સો રહી હતી. અદિ‌િતએ પણ ઈંગ્લિશ ક્લબમાં તક મળવા પર ખુશી વ્યક્ત કરી છે. અદિ‌િતએ ટ્વિટ કરીને જણાવ્યું કે, ”બધાનો આભાર. હું મળેલી તકને યાદગાર બનાવવા માટે સખત મહેનત કરીશ.”

 

You might also like