ગોમતીપુર ગામમાં મોડી રાત્રે મકાનની દીવાલ ધરાશાયી

અમદાવાદઃ શહેરમાં ગઈકાલથી અવિરત વરસી રહેલાં વરસાદને પગલે જનજીવન અસ્તવ્યસ્ત બની ગયું છે. જૂનાં મકાનોમાં પાણી પડવાના લીધે મકાનો હલી ગયાં છે. ગોમતીપુર વિસ્તારમાં અાવેલા મહાદેવના ડેલામાં રહેતા ચોરસિયા રણજિતસિંહના મકાનની દીવાલ ગત રાત્રે એકાએક ધરાશાયી થઈ હતી.

બનાવની જાણ ફાયરબ્રિગેડની ટીમને કરાતાં ટીમ તાત્કાલિક ઘટના સ્થળે દોડી ગઈ હતી. જો કે દીવાલ ધરાશાયી થવાની ઘટનામાં કોઈને જાનહાનિ થઈ નહોતી. ફાયરબ્રિગેડ દ્વારા મકાનમાં રહેલા પાંચેય વ્યક્તિઅોને સહી સલામત બહાર કાઢી લેવાઇ હતી.

You might also like