ગોધાવી ગામમાં જુગાર રમતા સાત શખસની ધરપકડ  

અમદાવાદઃ શ્રાવણ માસ શરૂ થઈ ગયો છે ત્યારે શ્રાવણિયો જુગાર પણ રમવાની શરૂઅાત થઈ ગઈ છે. સાણંદના ગોધાવી ગામમાં જુગાર રમતાં સાત લોકોની અમદાવાદ ગ્રામ્ય એલસીબીઅે ધરપકડ કરી છે.  ગ્રામ્ય એલસીબીની ટીમને બાતમી મળી હતી કે સાણંદનાં ગોધાવી ગામમાં અાવેલા એક મકાનમાં કેટલાક શખસ જુગાર રમી રહ્યા છે. જેના અાધારે પોલીસે શક્તિસિંહ બળવતસિંહ વાઘેલાનાં મકાનમાં દરોડો પાડી સાત લોકોને જુગાર રમતા ઝડપી પાડ્યા હતા. જેમાં એક અારોપી ફરાર થઈ ગયો હતો. પોલીસે રોકડા રૂ. ૩૯,૦૦૦ અને અલ્ટો તેમજ સેન્ટ્રો ગાડી મળી રૂ. ૩.૯૨ લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો. અારોપીઅો શ્રાવણ માસ હોઈ મકાનમાં ભેગા થઈ જુગાર રમી રહ્યા હતા. પકડાયેલા જુગારિયાનાં નામ
(૧) શક્તિસિંહ ભગવતસિંહ વાઘેલા (રહે. ગોધાવી, સાણંદ)
(૨) અશ્વિનસિંહ નટવરસિંહ વાઘેલા (રહે. ગોધાવી, સાણંદ)
(૩) અક્ષય બાબુભાઈ વાઘેલા (રહે. ગોધાવી, સાણંદ)
(૪) સુરપાલસિંહ અશ્વિનસિંહ વાઘેલા (રહે. ગોધાવી, સાણંદ)
(૫) મહેન્દ્રસિંહ વાઘેલા (રહે. ગોધાવી, સાણંદ)
(૬) ભીખુસિંહ ગોવિંદસિંહ પરમાર (રહે. સાણંદ)
(૭) જિજ્ઞેશ રાકેશભાઈ પટેલ (રહે. ભાડજ)
You might also like