ગોદાવરી – કૃષ્ણાનું થયું મિલન : આંધ્રનું દશકો જુનુ સપનું પુરૂ થયુ

વિજયવાડા : આંધ્રપ્રદેશનાં માટે બુધવારનો દિવસ ખુબ જ મહત્વનો રહ્યો કારણ કે તેનું 50 વર્ષ જુનુ સપનું પુરૂ થઇ ગયું છે. બુધવારે રાત્રે લગભગ 9 વાગ્યે ગોદાવરી નદી અને કૃષ્ણા નદીનું મિલન થયું.આ બંન્ને નદીનો સંગમ એક અનોખો માહોલ બની ગયો હતો. મુખ્યમંત્રી ચંદ્રાબાબુ નાયડૂએ વિજવાડા નજીક ઇબ્રહિમપટનમમાં પુજા કરી હતી. મુખ્મંત્રી નાયડૂએ આ બંન્ને નદીને જોડવાનું ઔપચારિક શુભારંક ભરતા એક નવા સ્તંભનું ઉદ્ધાટન કર્યું હતું જ્યાં ગોદાવરીનું પાણી કૃષ્ણાને જોડવામાં આવશે. 

રાજ્યનાં સિંચાઇ મંત્રી દેવીનેની ઉમા મહેશ્વરે કહ્યું કે ઘણા મહાન લોકોએ આ બંન્ને નદીનો સંગન થાય તેવી આશા વ્યક્ત કરી હતી. જો કે ચંદ્રાબાબુ નાયડુએ આ કરી દેખાડ્યું છે. આ સંગમને કૃષ્ણા ડેલ્ટામાં ખેડૂતોનાં માટે વરદાન માનવામાં આવી રહ્યું છે. ખાસકરીને કૃષ્ણા અને ગુંટૂર જિલ્લામાં જેઓ પાણીની સમસ્યાનો સામનો કરી રહ્યા છે. કર્ણાટક દ્વારા અલમાટી બાંધની ઉંચાઇ વધારવામાં આવતા આ જિલ્લાઓને પાણીની પરેશાની થઇ રહી હતી. 

ઉતર કર્ણાટકમાં અલમાટી બાંધ કૃષ્ણા નદી પર એક વિજયોજના છે જે જુલાઇ 2005માં પુરી થઇ હતી. ઉલ્લેખનીય છે કે સરકાર એક સપ્ટેમ્બરથી પરીક્ષણ કરી રહી ષે જેનાં હેઠળ પાણી ગોદાવરીની તદીપુદી લિફ્ટ સિંચાઇ યોજનાથી નહેરમાં નાખવામાં આવી રહ્યું છે. આ યોજનાં ખુબ જ મહત્વની છે કારણ કે ગોદાવરીનું લગભગ 3000 ટીએમસી પાણી દર વર્ષે બંગાળની નદીમાં બિનઉપયોગી રીતે વહી જાય છે. 

You might also like