ગેંગરેપની વાત અવ્યવહારુ છેઃ મુલાયમસિંહનો બફાટ

નવી દિલ્હીઃ સમાજવાદી પાર્ટીના વડા મુલાયમસિંહ યાદવે એક નિવેદનમાં ગેંગેરેપની વાત અવ્યવહારુ હોવાનું જણાવ્યું હતું. તેમના આ નિવેદનને રાજકીય પક્ષો અને મહિલા કાર્યકરોએ વખોડી કાઢ્યું હતું. 

એક મહિલા કાર્યકર પ્રેમિલા નેસર્ગીએ જણાવ્યું હતું કે વારંવાર આવા બનાવો બનતા રહે છે. તેનાથી કેવી રીતે બચી શકાય તે તેઓ (મુલાયમસિંહ) જાણતા નથી. નેસર્ગીએ ઉમેર્યું હતું કે ગેંગરેપ થયો ન હોય તો કોઈ પણ મહિલા જાહેરમાં આવીને કહે નહીં કે તેની સાથે આવી ઘટના બની હતી. બીજા મહિલા કાર્યકર કવિતા શ્રીવાસ્તવે કહ્યું હતું કે તેઓ (મુલાયમસિંહ) હંમેશા એવું માને છે કે મહિલાઓ જુઠ્ઠું બોલે છે. જયપુરમાં શ્રીવાસ્તવે કહ્યું હતું કે તેઓ એવું માને છે કે મહિલાઓ પર જાતિય હિંસા થાય નહીં અને તે (મહિલાઓ) હંમેશા ખોટું બોલે છે.

તે (મુલાયમસિંહ) એવું માને છે કે બળાત્કારની ઘટના બની શકે પરંતુ ગેંગરેપ અવ્યવહારુ બાબત છે.  ભાજપ અને કોંગ્રેસના નેતાઓેએ પણ મુલાયમસિંહ જેવા સિનિયર નેતોએ આવા નિવેદનો કરવાથી દૂર રહેવું જોઈએ તેમ કહીને સમાજવાદી પાર્ટીના વડાના નિવેદનને વખોડી કાઢ્યું હતું. કોંગ્રેસના નેતા શોભા આઝાદે જણાવ્યું હતું કે બળાત્કારના મુદ્દે મુલાયમસિંહ અગાઉ પણ આવી ટીકા કરી ચૂક્યા છે. આવા નિવેદનોને લીધે અસામાજિક તત્વોને ઉત્તેજન મળે છે. 

ભાજપના પ્રવક્તા વિજય બહાદૂર પાઠકે જણાવ્યું હતું કે આ પ્રકારની ટીકા નારી જાતિનું અપમાન છે. ગેંગરેપના કેસોમાં અદાલતોએ આપેલા ચૂકાદા અંગે પણ તેમણે પ્રશ્રો ઉઠાવ્યા હતા. તેમણે ઉમેર્યું હતું કે આમાં કશું નવંુ નથી.ભૂતકાળમાં પણ બળાત્કારના મુદ્દે સપાના વડાએ કહ્યું હતું કે યુવાનોની વૃત્તિ ભૂલ કરવાની હોય છે. આવો તર્ક રજૂ કરીને મુલાયમે મહિલાઓ પ્રત્યે અસંવેદનશીલતા દર્શાવી છે.

 

You might also like