ગૃહ રાજ્યપ્રધાનના કાર્યક્રમનો વિરોધ કરવા હાર્દિકનું અાહ્વાન

અમદાવાદઃ પાટીદાર અનામત આંદોલનની આગ હજુ પણ સળગી રહી હોય તેવા અેંધાણ મળી રહ્યા છે. મહેસાણામાં યોજાનારા ગૃહ રાજ્યપ્રધાન રજનીકાંત પટેલના કાર્યક્રમનો વિરોધ કરવા પાટીદાર અનામત અાંદોલન સમિતિના કન્વીનર હાર્દિક પટેલે અાહ્વાન કર્યું છે. 

મહેસાણાથી પાલનપુર જતાં પહેલાં પાટીદારોની મળેલી ઔપચારિક બેઠકને સંબોધતાં હાર્દિક પટેલે કહ્યું હતું કે પાટીદાર મહિલાઓ થાળી અને વેલણ વગાડી ગૃહ રાજ્યપ્રધાનના કાર્યક્રમનો વિરોધ કરે. 

હાર્દિક પટેલ પોતાના કાર્યકરો સાથે મહેસાણાથી નીકળી પાલનપુર જવા રવાના થયા છે. ત્યાં જઈ પાલનપુરના ધારાસભ્યને ગુલાબનું ફૂલ અાપી ગાંધીગીરીના રસ્તે અાંદોલનમાં સહકાર અાપવા અપીલ કરશે. ત્યારબાદ હાર્દિક પટેલ પાલનપુરના ગઢગામ ખાતે ગત તા. ૨૫ ઓગસ્ટના રોજ અનામત અાંદોલન બાદ રાજ્યભરમાં ફાટી નીકળેલા તોફોના વખતે માર્યા ગયેલા બે મૃતકોના પરિવારને  મળી અાર્થિક સહાય અાપશે.

You might also like