ગૂગલ શોધી રહ્યું છે બાળ વૈજ્ઞાનિકો, આજે જ કરો એપ્લાય

પોતાની આજુબાજુની મુશ્કેલીઓનું પોતાની રચનાત્મક વિચારસરણી અને વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણથી સમાધાન કરનારા કિશોરોને પ્રોત્સાહન આપવા માટે ગગૂલે ‘ગૂગલ સાયન્સ ફેર 2015’ માટે આવેદન માગ્યા છે. ગૂગલ સાયન્સ ફેર એક એવી ઓનલાઇન વૈજ્ઞાનિક પ્રતિસ્પર્ધા છે જેમાં 13 વર્ષથી લઇને 18 વર્ષની ઉંમરના બાળ વૈજ્ઞાનિકો પોતાના પ્રોજેક્ટને સબમિટ કરાવી શકે છે. સર્વશ્રેષ્ઠ પ્રોજેક્ટ વિજેતાને ગૂગલ તરફથી 50 હજાર ડોલરની રોકડ ઈનામ આપવામાં આવશે. ગૂગલ દ્વારા નેશનલ જીયોગ્રાફીક ચેનલ, વર્જિન ગૈલેક્ટિક, સાઇન્ટિફીક અમેરિકન અને લેગો એજ્યુકેશનની ભાગીદારીથી આયોજીત થઈ રહેલ આ પ્રતિસ્પર્ધામાં એક ગ્રાંડ પ્રાઇઝ સિવાય પણ અનેક ઉપહાર આપવામાં આવશે.          અંતિમ ટોપ 20માં પહોંચેલા ફાયનાલિસ્ટને સપ્ટેમ્બરમાં કેલિફોર્નિયામાં આવેલ ગૂગલની હેડ ઓફિસ માઉન્ટેન વ્યુની યાત્રા અને અંતિમ વિજેતાની પસંદગી સમારોહમાં સામેલ થવાનો લાભ મળશે. આ સ્પર્ધા માટે ગૂગલે બનાવેલી વેબસાઇટ www.googlesciencefair.com પર સંપૂર્ણ જાણકારી આપવામાં આવેલી છે.

You might also like