ગૂગલ બનાવી રહ્યું છે બ્રિલો નામનું નવુ OS

નવી દિલ્હી : ગૂગલ દરેક ડિવાઇસ પર પોતાનો કબ્જો જમાવી રાખવા માંગે છે. તેની ઇચ્છા છે કે તે દરેક ડિવાઇસ તેની સાથે જોડાયેલી રહે પછી તે ડિજીટલ હોય કે ના હોય. ધ ઇન્ફોર્મેશનાં રિપોર્ટ અનુસાર ગૂગલ હવે નવી ઓપરેટિંગ સિસ્ટમ જેનું કોડનેમ બ્રિલો છે પર કામ કરી રહી છે. કહેવામાં આવી રહ્યુ છે કે આ ખુબ જ નાનું OS હશે જેને સ્ટોર કરવા માટે માત્ર 32 MB અથવા તો પછી 64MB રેમ જોઇશે.

તેનાં કારણે નાની ઇન્ટરનેટ ઓફ થિંગ્સ (iOT) ડિવાઇસમાં પણ નાખી શકાશે. આશા વ્યક્ત કરવામાં આવી રહી છે કે આ નવુ OS એન્ડ્રોઇડનાં બેનર હેઠળ જ રિલિઝ કરવામાં આવશે. આનું શરૂઆતનું ડેવલપમેન્ટ કરવા માટે એક ગ્રુપ હશે જે તે યુનિટ સાથે લિંક્ડ હશે જે આ દુનિયાનાં નંબર 1 મોબાઇલ OS બનાવે છે.

જો એન્ડ્રોઇડનાં નામ પર જ લોન્ચ કરવામાં આવશે તો એન્ડ્રોઇડનાં હાલનાં બિલ્ડની માંગ ઘટી જશે. જે યોગ્ય રીતે કાર્યકરવા માટે 512 MB રેમ રોકે છે. ફોર્ચ્યૂનમાં છપાયેલા એક રિપોર્ટનાં અનુસાર ગૂગલે કન્ફર્મ કર્યું છે કે બ્રિલો નેસ્ટ ડિવિઝનનો ભાગ નહી હોય. જો કે તે નેસ્ટ ડિવાઇસની સાથે કામ કરી શકશે. નેસ્ટ ઘરો માટે થર્મોસ્ટેટ વગેરે બનાવનારી કંપની છે. જેને જાન્યુઆરી 2014માં ગૂગલે ખરીદી લીધી હતી. 

You might also like