ગૂગલ પ્લેસ્ટોર લાવ્યું ફ્રી એપ ઓફ ધ વીક પ્રોગ્રામ

ગૂગલના એન્ડ્રોઈડ માટના પ્લેસ્ટોર પર ફ્રી એપ ઓફ ધ વીક નામનો અનોખો પ્રોગ્રામ શરૂ થયો છે. અા પ્રોગ્રામ અંતર્ગત એક અઠવાડિયા માટે કોઈપણ એક પેઈડ એપ્લિકેશનને ફ્રીમાં ડાઉનલોડ કરવાની તક મળે છે. એકચ્યુઅલી, ગૂગલે પોતાના પ્લેસ્ટોરમાં ન્યુ ફેમિલી ફન નામનો વિભાગ શરૂ કર્યો છે. અા વિભાગ હેઠળ અા સુવિધા અપાઈ છે. કોઈ પેઈડ એપ ફ્રીમા મળતી હોય એવો અા પહેલો પ્રસંગ છે. ફ્રી થયેલી પેઈડ એપ બીજા અઠવાડિયાથી ફરી પાછી પૈસા ચૂકવીને જ ખરીદવાની રહે છે. જોકે અા સ્કીમ ગૂગલ ક્યાં સુધી ચલાવશે એ વિશે કોઈ જ ચોખવટ એણે કરી નથી. 

 

You might also like