ગૂગલ ઉજવી રહ્યો છે 17મો જન્મદિવસ

નવી દિલ્હી : વિશ્વની સૌથી મોટું સર્ચ એન્જિન ગૂગલ આજે રવિવારે પોતાનો 17મો જન્મદિવસ ઉજવી રહ્યું છે. પોતાના જન્મદિવસે હોમપેજ પર 1990ના દાયકાના ગૂગલને ડૂડલ બનાવી ઉજવણી કરી છે. ગૂગલના હોમપેજ ડૂડલમાં જૂના જમાનાનું કમ્પ્યુટર ઉપર 1998ના ગૂગલનો લોગો મુકવામાં આવ્યો છે અને તેની સાથે-સાથે લાવા લેમ્પ પણ દર્શાવવામાં આવ્યો છે. જો કે, ગૂગલને એ જાણકારી નથી કે તેનું નિર્માણ ક્યારે થયું ?  પરંતુ તે 2006 27 સપ્ટેમ્બરે પોતાના જન્મદિવસ ઉજવણી કરે છે. ઉલ્લેખનીય છે કે 2013માં ગૂગલે આ વાતનો સ્વીકારી કર્યો હતો કે તે ચાર અલગ-અલગ તારીખ પર પોતાનો જન્મદિવસ ઉજવે છે, પરંતુ હવે 27 સપ્ટેમ્બર તારીખ નક્કી કરવામાં આવી છે. ગૂગલ કંપનીએ 27 સપ્ટેમ્બરની તારીખ એ માટે પણ નક્કી કરી હોય કે 2002માં આજ તારીખથી ડૂડલનો ઉપયોગ શરૂ કરાયો હતો. ગૂગલનો 17મો જન્મદિવસ ડૂડલ દ્વારા મનાવામાં આવી રહ્યો છે, ગૂગલ એલ્ફાબેટ કંપનીથી અલગ થઇ રહ્યું હોવાથી આવતા વર્ષે આ તારીખમાં ફેરફાર પણ કરવામાં આવી શકે છે.

You might also like