ગૂગલનું ડિવાઇસ ટીવીને બનાવશે કમ્પ્યૂટર

પહેલી નજરે પેનડ્રાઈવ જેવું લાગતું આ ટચૂકડું ડિવાઈસ ભારે કમાલની ચીજ છે. ટેક્નોલોજી કંપની એસસ સાથે મળીને ગૂગલે બનાવેલા આ ડિવાઈસનું  નામ છે, ક્રોમબિટ. એને ટીવીના એચડીએમઆઈ કેબલ સ્લોટમાં નાખી દેવાથી એ યુટ્યુબના વિડિયો તો ટીવીમાં પ્લે કરી જ શકે છે, સાથોસાથ ગૂગલના વેબ-બ્રાઉઝર ક્રોમ થકી ઈન્ટરનેટની કોઈપણ વેબસાઈટ પણ સર્ફ કરી શકે છે. આ ટચૂકડા ડિવાઈસની અંદર માઈક્રોપ્રોસેસર, બે ગીગાબાઈટની રેમ, ૧૬ ગીગાબાઈટ મેમરી, વાઈફાઈ તથા બ્લુટૂથ જેવી સગવડો સામેલ છે. આ ડિવાઈસની કિંમત છ હજાર રૂપિયા કરતાં પણ ઓછી હશે.

You might also like