ગૂગલની નવી પેરન્ટ કંપની અાલ્ફાબેટ

વોશિંગ્ટનઃ અાપણે ક્યારેય વિચાર્યું પણ નહીં હોય કે ગૂગલ કોઈ પણ કંપનીની સહાયક કંપની બનશે. પરંતુ ગૂગલે એક નવી કોર્પોરે‌ટિવ અોપરે‌ટિંગ સ્ટ્રક્ચરની જાહેરાત કરતાં એક નવી કંપનીની જાહેરાત કરી. અા કંપનીનું નામ અાલ્ફાબેટ હશે. ઇન્ટરનેટની દુનિયામાં સૌથી મોટી કંપની ગૂગલ અા નવી કંપની અાલ્ફાબેટના સહાયક તરીકે કામ કરશે. 

ગૂગલના વર્તમાન સીઈઅો લેરી પેજ અાલ્ફાબેટમાં સીઈઅોની જવાબદારી સંભાળશે. કંપનીના કોફાઉન્ડર સર્જેઈ બ્રિન પણ તેમની સાથે કંપનીની કમાન સંભાળશે. લેરી પેજે એક બ્લોક પોસ્ટમાં લખ્યું છે કે અા નવી રચનાથી અમને ગૂગલની અંદર અસાધારણ અવસર પર ફોકસ કરવાનો મોકો મળશે. ચોથા ક્વાર્ટરથી અાલ્ફાબેટ ગૂગલનું પબ્લિક ટ્રેડેડ એકમ બની જશે. 

ગૂગલના તમામ શેર અાલ્ફાબેટ સ્ટોકમાં પરિવર્તિત થઈ જશે. પેજે વધુમાં જણાવ્યું કે અાલ્ફાબેટ ગૂગલની કોર ઇન્ટરનેટ પ્રોડક્ટથી અલગ ગૂગલ એક્સ, ફાઈબર અને લાઈફ સાયન્સ જેવા બિઝનેસ પોતાની પાસે રાખશે. તાજેતરનાં વર્ષોમાં ગૂગલે ડ્રોન ડિ‌િલવરી, સેલ્ફ ડ્રાઈ‌િવંગ કાર અને હેલ્થ સિસ્ટમ જેવા પ્રોજેક્ટમાં પૈસા લગાવ્યા છે.

પેજે જણાવ્યું કે સૈદ્ધાંતિક રીતે અમે અા બધી વસ્તુઅોને સ્વતંત્ર રીતે ચલાવી શકીઅે છીઅે, જે ઘણા ખરા અંશે એકબીજા સાથે સંબંધિત નથી. બંને ફાઈનાન્શિયલ અોફિસર રૂથ પોરાટ અને નેસ્ટના ટોની ફિડેલ પેજને રિપોર્ટ કરશે. વીડિયો સેવા યુટ્યૂબ ગૂગલનો ભાગ બની રહેશે. અાલ્ફાબેટની વેબસાઈટને abc.xyz તરીકે લિસ્ટેડ કરાશે.

You might also like