ગૂગલની ડ્રાઇવરલેસ કાર દુર્ઘટનાંગ્રસ્ત: 4 ઘાયલ

કેલિફોર્નિયા : ગૂગલની સેલ્ફ ડ્રાઇવ કાર એક નવા યુગની શરૂઆત હોવાનું માનવામાં આવી રહ્યું છે. આ કારને સુરક્ષીત વાહનવ્યવહારનાં વિકલ્પ તરીકે જોવામાં આવી રહી છે. પરંતુ આ પ્રકારની ગાડીઓની દુર્ઘટનાનાં સમાચાર આવ્યા છે. કંપનીનાં અનુસાર છ વર્ષમાં 19 લાખ માઇલ એટલે કે 30 લાખ કિલોમીટરનાં ટ્રાયલ દરમિયાન આ ગાડી 14 વખત દુર્ઘટનાંગ્રસ્ત થઇ. પરંતુ તેવું પહેલીવાર બન્યું છે જ્યારે 4 લોકો ઘાયલ પણ થયા છે.

આ ટક્કરમાં ગુગલનાં સેન્સર અને કેમેરાલેસ કાર ક્ષતિગ્રસ્ત થઇ છે. આ દુર્ઘટનાં ગુગલનાં મુખ્યમથક માઉન્ટેન વ્યૂમાં થયો હતો. જ્યાં કંપનીની 20થી વધારે પ્રોટોટાઇપ ગાડીઓને ટ્રાફીક વચ્ચે ચલાવવામાં આવી રહી હતી. આ દુર્ઘટનામાં ચાર લોકો ઘાયલ થયા હોવાનાં સમાચાર પણ મળી રહ્યા છે. 

ગૂગલનાં અનૂસાર 1 જુલાઇનાં રોજ થયેલી આ ટક્કરમાં તેનાં ત્રણ કર્મચારીઓને સામાન્ય વાગ્યું છે. જેમને હાલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જ્યાં તેમની પ્રાથમિક સારવાર બાદ તેમને રજા આપી દેવામાં આવી હતી. સાથે સાથે ગાડીનાં ડ્રાઇવરે પણ ગર્દન અને પીઠમાં દુખાવો થતો હોવાની વાત કરી છે. 

કેલિફોર્નિયામાં જાહેર રસ્તા પર કોઇ ઇમરજન્સી સ્થિતીને પહોચી વળવા માટે સ્ટિયરિંગ વ્હીલ પર એક ડ્રાઇવરને બેસાડવામાં આવે છે. જે માત્ર સુરક્ષીત રીતે ગાડી ચાલી રહી છે કે નહી તે જોતો હોય છે. જો કે ઉલ્લેખનીય છે કે ગૂગલની ગાડીને પાછળથી આવી રહેલી કારે ટક્કર મારી હતી. ગૂગલની કારે કોઇને ટક્કર મારી નથી.

You might also like