ગુનેગારોના નેશનલ ફિંગરપ્રિન્ટ ડેટા બેઝની ટૂંકમાં રચના કરાશે

નવી દિલ્હીઃ એક મહત્વપૂર્ણ ઘટનાક્રમમાં સરકાર ગુનેગારોના નેશનલ ફિંગરપ્રિન્ટ ડેટાબેઝ સ્થાપિત કરવાની યોજના ધરાવે છે. ગુનેગારોની ઝડપી ઓળખ અને ચાલતી તપાસની પ્રક્રિયાને ઝડપી કરવા માટે ટુક સમયમાં જ સરકાર દ્વારા આશરે ૩૦ લાખ અપરાધીઓ અને ઝડપાઇ ગયેલા ગુનેગારોના નેશનલ ફિંગરપ્રિન્ટ ડેટાબેઝની રચના કરશે. તમામ રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોમાંથી રેકોર્ડ એકત્રિત કરીને કેન્દ્રિય ગૃહ મંત્રાલય દ્વારા અપરાધી અને ગુનેદારોના ડેટાબેઝ સ્થાપિત કરવામાં આવનાર છે. હાલમાં સેન્ટ્ર્લ ફિંગર પ્રિન્ટ બ્યુરો (સીપીએફબી) ડીઝીટાઇઝડ સ્વરૂપમાં અપરાધી અથવા તો ઝડપાઇ ગયેલા અપરાધીઓના 

૯.૭  લાખથી વધારે ફિંગરપ્રિન્ટ રેકોર્ડ ધરાવે છે. જો કે આશરે ૨૦ લાખ ફિંગર પ્રિન્ટ રેકોર્ડ રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોના ફિંગરપ્રિન્ટ બ્યુરોની પાસે છે. જેને સેન્ટ્રલ ડેટાબેઝ સાથે હજુ સુધી જોડવામાં આવ્યા નથી. ગૃહ મંત્રાલયના એક વરિષ્ઠ અધિકારીએ માહિતી આપતા કહ્યુ છે કે હવે અમે નિર્ણય કર્યો છે કે રાજ્ય સંસ્થાઓના રેકોર્ડને પણ ક્લબ કરી દેવામાં આવનાર છે અને આને નેશનલ ડેટાબેઝના ભાગરૂપે બનાવી દેવામાં 

 

આવનાર છે. નેશનલ ઇન્ફોર્મેશન સેન્ટર દ્વારા ખાસ પગલા લેવામાં આવી રહ્યા છે. સીપીએફબી ખાતે તમામ ડેટા એકત્રિત થવાથી દેશમાં કોઇ પણ જગ્યાએ પોલીસ અને તપાસકારોને કોઇ પણ ગુનેગારના તરત જ ડેટા મળી રહેશે. હાલમાં તપાસકારો મેચિંગ માટે સ્ટેટ ફિંગર પ્રિન્ટ બ્યુરોને ક્રાઇમ સ્થળથી ફિંગરપ્રિન્ટ લઇને મોકલે છે. જો તે મેચ ન થાય તો પ્રિન્ટ ત્યારબાદ સીપીએફબીમાં મોકલી દેવામાં આવે છે. સાથે સાથે અન્ય રાજ્યોના ફિંગરપ્રિન્ટ બ્યુરોને પણ આ ડેટા મોકલી દેવામાં આવે છે. આ સુવિધાના કારણે ફરાર થયેલા  અપરાધીને પકડી પાડવામાં પણ પોલીસને મદદ મળી શકે છે. ડેટાબેઝ મૃતદેહોને ઓળખી કાઢવામાં પણ પોલીસને મદદરૂપ થઇ શકે છે. જેથી ક્રાઇમ પાછળના હેતુ અને અન્ય માહિતી મળી શકશે. કેન્દ્રિય ગૃહ મંત્રાલય ડિજીટલ ઇમેજ, પાલ્મ પ્રિન્ટ અને બાયોમેટ્રિક પુરાવા જેવી અન્ય બાયોમેટ્રિક ટેકનિક સાથે ફિંગરપ્રિન્ટ ડેટાબેઝને જોડવાની યોજના ધરાવે છે. આ યોજના અસરકારક સાબિત થઇ શકે છે.

 

You might also like