ગુજ્જુ સ્ટેજ પર્ફોર્મર દર્શન રાવલ છે ફૂલ ફોર્મમાં 

સ્ટાર પ્લ્સના રીયાલીટી શો ‘ ઈન્ડિયાઝ રો સ્ટાર્સ’થી પોતાના ટૅલેન્ટના આભા બતાવનાર ગુજ્જુ આર્ટીસ્ટ દર્શન રાવલ આજકાલ ફુલ ફોર્મમાં છે. એક તો તેના દરેક પરફોર્મન્સને રીયાલીટી શોમાં ખુબ વખાણવામાં આવ્યું હતું. દર્શન હાલ તેના નવા રોમેન્ટિક મ્યુઝિક વિડીયો ‘ઈશ્ક ચડા હૈ’ના લોન્ચને લઈને ખુબ જ ઉત્સાહિત છે.

પોતાના આ નવા વિડીયો બાબતે દર્શને જણાવ્યુ હતું કે તેને આ વિડીયોના શુટિંગ વખતે ખુબ મજા આવી હતી. રહી વાત તેના પહેલા રીયાલીટી શો ‘ઈન્ડિયાઝ રો સ્ટાર્સ’ની.. તો તેના પહેલી મહોબ્બત ગીતના પરફોર્મન્સને લોકોએ ખુબ ખુબ પસંદ કર્યુ હતું. આ ગીત દર્શને જ લખ્યુ હતુ અને તેણે જ કમ્પોઝ કર્યુ હતું. ગીતને ખુબ જ સારો આવકાર મળ્યો હતો. 

પોપ્યુલર સોશિયલ નેટવર્કિંગ સાઈટ ફેસબુક ઉપર પણ દર્શન ખુબ લોકપ્રિય છે. ૧૦ લાખ લોકો ફેસબુક ઉપર તેના ફેન છે. એક રીયાલીટી શોથી આટલી ખ્યાતિ મળી છે તેના કારણે દર્શન ખુબ ખુશ છે.

દર્શને તેના વિડીયો આલ્બમ ઉપરાંત કેટલાક બોલિવૂડ ગીતો માટે પણ રેકોર્ડિંગ કર્યુ છે જેમાં હિમેશ રેશમિયાના એક બે ગીતો મુખ્ય છે. 

 

 

 

 

You might also like