ગુજ્જુ બોલર અક્ષર પટેલનો જાદુઈ સ્પેલ

વાયનાડઃ ભારત એ અને દક્ષિણ આફ્રિકા એ વચ્ચે રમાયેલ બીજી અનઓફિશિયલ ટેસ્ટમાં ભારતે અક્ષર પટેલના ઓલ રાઉન્ડર પ્રદર્શનની મદદથી દક્ષિણ આફ્રિકાને ઇનિંગ અને ૮૧ રને હરાવ્યું હતું. અક્ષર પટેલે ચમત્કારિક સ્પેલ નાખતા બીજી ઇનિંગમાં ૬ ઓવરમાં ૬ ઓવર મેઇડન નાખીને ૪ વિકેટ ઝડપી હતી. જ્યારે જયંત યાદવે ર વિકેટ ઝડપી હતી. અક્ષર પટેલે પ્રથમ ઇનિંગમાં પણ પ વિકેટ ઝડપી હતી. આ પહેલા ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી દક્ષિણ આફ્રિકાની એ ટીમે ર૬૦ રન બનાવ્યા હતા જેમાં અક્ષર પટેલે પ વિકેટ ઝડપી હતી. જે બાદ બેટિંગ કરતા અક્ષર પટેલના અણનમ ૬૯ રનની મદદથી ભારત એની ટીમે ૪૧૭ રન બનાવ્યા હતા જેમાં ભારતે ૧પ૭ રનની લીડ મેળવી હતી. તે બાદ ૧પ૭ રનના પડકારનો પીછો કરવા ઉતરેલી દક્ષિણ આફ્રિકાની એ ટીમ માત્ર ૭૬ રનમાં ઓલ આઉટ થઇ ગઇ હતી.
 
You might also like