‘ગુજ્જુભાઈ ધ ગ્રેટ’ ફિલ્મ રિવ્યુ

ગુજ્જુભાઈ સિરીઝનાં સફળ નાટકો અાપનારા અભિનેતા સિદ્ધાર્થ રાંદેરિયાને મુખ્ય ભૂમિકામાં ચમકાવતી ‘ગુજ્જુભાઈ ધ ગ્રેટ’ ફિલ્મનું ડિરેક્શન ઈશાન રાંદેરિયાએ કર્યું છે.  હસમુખ ગાંધી (સિદ્ધાર્થ રાંદેરિયા)ની એક જ ફિલોસોફી છે-મોજ કરો અને મોજ કરવા દો. તેની પુત્રી તનીશા તેના બોયફ્રેન્ડ મોન્ટુને ઘરે લાવે છે. ગાંધી પરિવારની દરેક વ્યક્તિ મોન્ટુના પ્રભાવથી અંજાઈ જાય છે, પરંતુ હસમુખ ગાંધીને મોન્ટુ ચિટર હોવાની શંકા જાય છે. તે પોતાના મહેનતુ મેનેજર બકુલ બૂચ સાથે તનીશાનાં લગ્ન કરાવવા ઈચ્છે છે, પરંતુ તનીશા પર મોન્ટુનું ભૂત સવાર થયેલું છે. ઠંડા દિમાગનો ગુજ્જુ હસમુખ ગાંધી દીકરીને કઈ રીતે મનાવે છે તે જાણવા અા ફિલ્મ જોવી રહી.  •
 
You might also like