ગુજરાત સહિત સંપુર્ણ ભારતમાં હર્ષોલ્લાસ સાથે ૬૯મો સ્વતંત્રતા દિવસ ઉજવાયો

નવી દિલ્હી : આખા દેશમાં શનિવારે 69મો સ્વતંત્રતા દિવસ ખઉબ જ હર્ષોલ્લાસ સાથે ઉજવવામાં આવ્યો હતો.ગુજરાતમાં મુખ્યમંત્રી આનંદીબહેન પટેલ દ્વારા ધ્વજ ફરકાવવામાં આવ્યો હતો.  પટનામાં મુખ્યમંત્રી નીતીશ કુમારે રાષ્ટ્રીય ધ્વજ ફરકાવ્યો હતો. લખનઉમાં મુખ્યમંત્રી અખિલેશ યાદવે ત્રિરંગો ફરકાવ્યો હતો.

રાજનાથે પોતાનાં ઘરે જ ત્રિરંગો ફરકાવ્યો હત. અમિત શાહે ભાજપ મુખ્યમથક ખાતે ધ્વજારોહણ કર્યું હતું. મુખ્તાર અબ્બાસ નકવીએ પોતાનાં ઘરે જ રાષ્ટ્રીય ધ્વજ ફરકાવ્યો હતો. ત્યારે તમિલનાડુ સરકારે સ્વતંત્રતા દિવસ પ્રસંગે સ્વાતંત્રતા સેનાનીઓનાં પેન્શનમાં વધારો કર્યો હતો. 

કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીએ પાર્ટી મુખ્યમથકમાં ત્રિરંગો ફરકાવ્યો. પાર્ટી મુખ્યમથક ખાતે ધ્વજારોહણ પ્રસંગે પુર્વ વડાપ્રધાન મનમોહન સિંહ, રાજ્યસભાનાં વિપક્ષનાં નેતા ગુલામ નબી આઝાદ, પી.ચિદમ્બરમ અને પાર્ટી મહાસચિવ જનાર્દન દ્વિવેદી, ગુરૂદાસ કામત તથા સીપી જોશી પણ હાજર રહ્યા હતા.

ધ્વજારોહણ બાદ નેતાઓએ બાળકોને મીઠાઇ વહેંચી હતી. દિલ્હીનાં મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે પણ ત્રિરંગો ફરકાવ્યો હતો. મુંબઇમાં દેવેન્દ્ર ફડણવીસે મહારાષ્ટ્રમાં ત્રિરંગો ફરકાવ્યો હતો. કોલકાતામાં પશ્ચિમ બંગાળનાં મુખ્યમંત્રી મમતા બેનર્જીએ ઝંડો ફરકાવ્યો હતો.

જમ્મુ કાશ્મીરમાં મુખ્યમંત્રી મો.સઇદે શ્રીનગરના બખ્શી સ્ટેડિયમમમાં ધ્વજ ફરકાવ્યો હતો. ડેપ્યુટી સી.એમ નિર્મલ સિંહે જમ્મૂમાં મિની સ્ટેડિયમમાં ઝંડો ફરકાવ્યો હતો. ગુજરાતનાં મુખ્યમંત્રી આનંદી બહેન પટેલે મહિસાગર જિલ્લાનાં લુણાવાડામાં ઝંડો ફરકાવ્યો હતો. તે ઉપરાંત મધ્યપ્રદેશમાં શિવરાજસિંહ ચૌહાણે ભોપાલમાં ઝંડો ફરકાવ્યો હતો. 

You might also like