ગુજરાત : વિવાદાસ્પદ એન્ટી ટેરટ બિલને કેન્દ્રની અનુમતી

નવી દિલ્હી : કેન્દ્ર સરકારે વિવાદાસ્પદ ગુજરાત કંટ્રોલ ઓફ ટેરરિઝમ એન્ડ ઓર્ગેનાઇઝ્ડ ક્રાઇમ (GCTOC) અંગે અધ્યાદેશ લાવવા માટેનો રસ્તો સાફ કરી દીધો છે. અગાઉની સંપ્રગ સરકાર ગુજરાત સરકાર દ્વારા પસાર કરવામાં આવેલા આ વિધેયકનો ત્રણ વખત ફગાવી ચુકી છે.આ વિધેયક વર્ષ 2001માં ગુજરાત સરકારે ત્યારે બનાવ્યો હતો જ્યારે નરેન્દ્ર મોદીનાં નેતૃત્વમાં સરકારી હતી. તેનાં ઘણા પ્રવધાનો અંગે પુર્વવર્તી સંપ્રગ સરકારે વિરોધ વ્યક્ત કર્યો હતો. 

સુત્રો પાસેથી મળતી માહિતી અનુરા ગૃહમંત્રાલયે ગુજરાત કંટ્રોલ બોર્ડ ઓફ ટેરરિઝમ એન્ડ ઓર્ગેનાઇજ્ડ ક્રાઇમ બિલ – 2015ને ગ્રીન સિગ્નલ મળી ચુક્યું છે અને તેને રાષ્ટ્રપતિ સચિવાલયને મોકલી દેવામાં આવ્યું છે. જો રાષ્ટ્રપતિની સંમતી મળી જઈશે તો આ કાયદો બની જશે. સૂત્રોનાં અનુસાર જો કે રાજનાથી આગેવાની વાળા ગૃહમંત્રાલયને આ વિધેયકનાં અમુક પ્રવધાનો અંગે વિરોધ વ્યક્ત કર્યો છે, પણ ગૃહમંત્રી તેના પક્ષધર છે. તેમનું માનવું છે કે ગુજરાત સરકારને આતંકવાદ અને સંગઠીત ગુનાઓ સામે લડવામાં ખુબ જ સમય લાગી રહ્યો છે.

You might also like