ગુજરાત, ઉત્તરાખંડની ચાર જ્ઞાતિને ઓબીસીનો દરજ્જો

નવી દિલ્હી: ગુજરાતમાં ચાલી રહેલ અનામતની આગ વચ્ચે ગઇકાલે ગુજરાત અને ઉત્ત્।રાખંડની ચાર જ્ઞાતિઓને ઓબીસીની કેન્દ્રીય યાદીમાં સામેલ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. કેન્દ્રીય કેબિનેટે રાષ્ટ્રીય પંચની ભલામણ ઉપર આ નિર્ણય લીધો છે. તેને પરોક્ષ રીતે ગુજરાતના આંદોલનકારીઓને એવો સંદેશ આપવાના પ્રયાસરૃપે પણ જોવામાં આવી રહ્યો છે કે, દરેક ફેંસલાની એક પ્રક્રિયા હોય છે અને ઓબીસીમાં સામેલ કરવા કે ન કરવાનો ફેંસલો પંચની ભલામણ પર હોય છે. અત્રે એ નોંધનીય છે કે, ગઇકાલે સવારે પીએમ મોદીએ ગુજરાતના લોકોને શાંત રહેવા અપીલ કરી હતી. ગઇકાલે કેબિનેટે ગુજરાતના સિપાહી અને પટણી જમાત તથા તુર્ક જમાત (બધા મુસ્લિમ)ને ઓબીસીની યાદીમાં સામેલ કરવાનો નિર્ણય લીધો હતો. ઉત્ત્।રાખંડના કહાર અને તંવર સિંહારિયાને પણ આ યાદીમાં  સામેલ કરવા મહોર લગાવવામાં આવી હતી. હવે આ લોકોને ઓબીસી અનામતના લાભ મળી શકશે.રાષ્ટ્રીય પછાતવર્ગ પંચની ભલામણ ઉપર સમય-સમય ઉપર આવા નિર્ણયો લેવામાં આવતા હોય છે. સામાન્ય રીતે પંચની ભલામણ કેન્દ્ર સરકારને માનવી પડતી હોય છે. હાલ આ ફેંસલાનું મહત્વ વર્તમાન રાજકીય માહોલને કારણે વધી ગયુ છે. અત્રે એ નોંધનીય છે કે, ગુજરાતના પાટીદાર પટેલ સમાજ ખુદને ઓબીસીમાં સામેલ કરવાની માંગણીને લઇને શેરીઓમાં ઉતરી રહ્યા છે. લાંબા સમય બાદ ગુજરાતમાં કર્ફયુ લાદવાની નોબત આવી છે. જો કે કેન્દ્ર સરકારમાં કોઇપણ પાટીદાર સમાજના આંદોલન પર હાલ કશું બોલવા તૈયાર નથી પરંતુ માનવામાં આવે છે કે, આ ફેંસલા થકી પાટીદારોને એવો સંદેશ જરૃર આપવામાં આવ્યો છે કે, કોઇ ફેંસલો એમ જ લઇ ન શકાય.
 
You might also like