ગુજરાતી ફિલ્મ નિર્માતા ગોવિંદ પટેલનું અવસાન

વડોદરાઃ ઐતિહાસિક રેકર્ડ ફિલ્મ દેશરે દાદા જોયા દાદા પરદેશ જોયાના જાણીતા ડાયરેકટર ગોવિંદ પટેલનું ૭૨ વર્ષની ઉંમરે ટૂંકી બિમારી બાદ અવસાન થતાં હિન્દી ગુજરાતી ફિલ્મ ઉદ્યોગ નોંધારો બન્યો છે. ફિલ્મ જગતને પૂરાયા નહી તેવી ખોટ પડી છે. 

સૌરાષ્ટ્રના જુનાગઢ જિલ્લાના કેશોદ ખાતે રહેતા ગોવિંદ પટેલ વડોદરાને કર્મ ભૂમિ ૧૯૮૨માં બનાવી હતી. ૧૯૮૨માં જ તેમના ડીરેકશન હેઠળ પ્રથમ ગુજરાતી ફિલ્મ ઢોલા મારુ પ્રદર્શીત થતા ગુજરાત ફિલ્મને એક નવી રાહ મળી હતી. 

બોકસ ઓફિસ પ્રથમ ફિલ્મ હીટ જતા ગોવિંદ કયારેય પાછુ વળીને જોયુ ન હતું. સમાજને નીતનવા સંદેશ આપનાર અને નીરંતર અવનવા વિષય પર ગોવિંદભાઇએ ૩૩ વર્ષની કારર્કિદિમાં અંદાજિત ૨૫ જેટલી ગુજરાતી ફિલ્મોનું નિર્માણ કર્યું હતું. સાંસારિક જીવનમાં ત્રણ પુત્રો અશ્વિન પટેલ, હરેશ પટેલ અને પ્રકાશ પટેલ પણ ફિલ્મ નિર્ણાણ ક્ષેત્રે પિતાને સદાય સાથ આપતા હતા. 

ઢોલા મારુની સફળતા બાદ ગોવિંદભાઇએ સમાજને હિરણને કાંઠે, સાજન તારા સંભારણા, મોતી વેરાયા ચોકમાં, જોડે રહેજો રાજ, લાજુ લખાણ, લાડી લાખની, સાયબો સવા લાખનો, ટહૂકે સાજન સાંભળે, ઉંચી મેડીના ઉંચા મોલ, દેશરે જોયા દાદા પરદેશ જોયા સહિત અંદાજિત ૨૦ થી ૨૫ ફિલ્મો ગોવિંદભાઇએ બનાવી હતી. આ ફિલ્મો સામાજિક પ્રેમ કહાની સહિત ઐતિહાસિક વિષય સંબંધિત બની હતી. આ તમામ ફિલ્મો પૈકીથી ગોવિંદભાઇની ૧૭, ફિલ્મોએ સિલ્વર બોકસ ઓફિસ પર જયુબિલી ઉજવી હતી.

You might also like