ગર્લફ્રેંડની હત્યા કરતી સેલ્ફી લેવું પડ્યું ભારે : પોલીસે કરી ધરપકડ

નૈનિંગ : દક્ષિણ ચીનમાં કથિત રીતે ગર્લફ્રેંડની હત્યા કરનાર એક વ્યક્તિની ધરપકડ કરી લેવામાં આવી. તે વ્યક્તિએ પોતાની ગર્લફ્રેંડની હત્યા કર્યા બાદ પોતાની સેલ્ફી લઇને સોશ્ય મીડિયા પર મુકી દીધી હતી. ક્વિન નામનાં આ વ્યક્તિએ ગર્લફ્રેન્ડનાં શબની સાથે સેલ્ફીને ચીનની સોશ્યલ મીડિયા પર પોસ્ટ કરી દીધી, જ્યાં આ તસ્વીર વાઇરલ થઇ ગઇ હતી. આ તસ્વીરની જાણકારી મળ્યા બાદ પોલીસે ક્વિનની ધરપકડ કરી લીધી હતી. 

ક્વિને ગર્લફ્રેન્ડનાં શબની સાથેની તસ્વીરનાં કેપ્શનમાં લખ્યું હતું,’મારા સ્વાર્થી પ્રેમના માટે મને માફ કરજે’જો કે આ પોસ્ટનાં નવ કલાકની અંદરે જ ક્વિનની ધરપકડ થઇ ગઇ હતી. પોલીસ આ મુદ્દે તપાસ કરી રહી છે. જો કે હાલ સોશ્યલ મીડિયા પર આ તસ્વીર વાઇરલ થઇ ગઇ છે. લોકો વિવિધ પ્રકારની ટીપ્પણીઓ કરી રહ્યા છે.

અત્રે ઉલ્લેખનીય છે કે સોશ્યલ મીડિયા પર સેલ્ફીનો ભારે ક્રેઝ જોવા મળે છે. છોડા સમય પહેલા એક યુવકે પોતાનાં મિત્રની હત્યા કરતી તસ્વીરને સેલ્ફી લઇને સોશ્યલ મીડિયા પર મુકી હતી. તે અગાઉ એક યુવકે પોતાનાં પિતાનાં મૃત્યુ બાદ તેમની સ્મશાન યાત્રા દરમિયાન સેલ્ફી લઇને સોશ્યલ મીડિયા પર મુકી હતી. હાલનાં યુવકો સેલ્ફી પાછળ એટલા તો ઘેલા થયા છેકે સ્થળ,કાળ અને સમયનું વિવેકભાન ભુલી રહ્યા છે. 

You might also like