ગરબામાં મુસ્લિમો પર પ્રતિબંધ, હિંદુઅો પર છાંટશે ગૌમૂત્ર

રાજકોટઃ કચ્છના માંડવી તાલુકામાં અા વર્ષે નવરાત્રી દરમિયાન અાયોજિત ગરબા મહોત્સવોમાં મુસ્લિમોને ઘૂસવા પર પ્રતિબંધ મુકાયો છે. એક સ્થાનિક હિંદુ સંસ્થા હિંદુ સંગઠન યુવા મોરચા અને સ્થાનિક ગરબા અાયોજકોઅે કેટલાયે પ્રકારના પ્રતિબંધોની જાહેરાત કરી છે. હિંદુઅોને ગરબા મહોત્સવમાં ઘૂસવા માટે પણ કેટલીક શરતો લગાવાઈ છે. મહોત્સવમાં અાવનાર હિંદુઅોઅે પોતાના ઉપર ગૌમૂત્રનો છંટકાવ કરાવવો પડશે અને સાથે પોતાના માથે તિલક પણ લગાવવું પડશે.

સંગઠનના અધ્યક્ષ રઘુવીરસિંહ જાડેજાઅે અા પ્રતિબંધ અંગે સંપૂર્ણ જાણકારી અાપતાં જણાવ્યું કે અમે ગયા વર્ષે પણ બિનહિંદુ લોકોને ગરબા મહોત્સવમાં ઘૂસવા પર પ્રતિબંધ મૂક્યો હતો, પરંતુ અા વર્ષે અા પ્રતિબંધ સખતાઈથી લાગુ કરાયો છે. 

અા પ્રતિબંધોને યોગ્ય ઠેરવતાં જાડેજા કહે છે કે નવરાત્રી એક ધાર્મિક તહેવાર છે, તેમાં ભક્તો નવ દિવસ સુધી દેવીની પૂજા કરે છે. અમે લવ જેહાદને લઈને પણ ખૂબ જ ચિંતિત છીઅે. અા સંગઠન અને ગરબા અાયોજક અા પ્રતિબંધોને લાગુ કરવાને લઈને ખૂબ જ સખત છે, પરંતુ જોવાલાયક બાબત અે છે કે માંડવીનો અા તટીય વિસ્તાર, જે વર્ષોથી લાકડાની હોડીઅો બનાવવાના પોતાના ઉદ્યોગ માટે જાણીતો છે ત્યાં ક્યારેય સાંપ્રદાયિક હિંસા થઈ નથી. અહીં મુસ્લિમોની સંખ્યા પણ વધુ છે અને મોટા ભાગના મુસ્લિમો અા ઉદ્યોગ સાથે સંકળાયેલા છે.

જાડેજાઅે જણાવ્યું કે તેમના સંગઠનના કાર્યકર્તા તમામ ગરબા મહોત્સવમાં જઈને તપાસ કરશે અને જોશે કે અાયોજન સ્થળની અંદર કોઈ મુસ્લિમ તો નથી ને. સૂત્રોઅે જણાવ્યું કે જાડેજા પાસે એક પર્સનલ ફાઈનાન્શિયલ બિઝનેસ છે અને તેમણે એક વર્ષ પહેલાં જ પોતાનું સંગઠન બનાવ્યું છે. અા સંગઠન વિશ્વ હિંદુ પરિષદની ખૂબ જ નજીક છે. માંડવી તાલુકામાં લગભગ છ મોટા ગરબા મહોત્સવ અાયોજિત થવાના છે. સ્થાનિક મુસ્લિમ નેતા અાઝમ અંગારિયાઅે જણાવ્યું કે અમે અાગામી એક-બે દિવસમાં સાથે મળીને અા ફરમાન ઉપર અમારી પ્રતિક્રિયા અાપીશું.

કેટલાંક તત્ત્વો એવાં છે, જે જાણી- જોઈને અહીંનો માહોલ ખરાબ કરવાની કોશિશ કરતાં હોય છે. કચ્છના એક ભાજપના નેતાઅે પણ અા ફરમાન ઉપર નાખુશી વ્યક્ત કરી છે. તેમણે કહ્યું કે માંડવીમાં હિંદુ અને મુસ્લિમ લાંબા સમયથી શાંતિ અને અરસપરસ પ્રેમના માહોલમાં રહે છે. અહીં કેટલાયે હિંદુ અેવા છે જે રમજાન દરમિયાન રોજા રાખે છે અને મુસ્લિમો ગણેશ ચતુર્થીના ઉત્સવમાં સામેલ થાય છે. અાવા પ્રતિબંધ નકારાત્મક છે. અહીં કોઈ પણ પ્રકારની સાંપ્રદાયિક લડાઈ હોતી નથી.

You might also like