ગત વર્ષ કરતાં સિંગતેલમાં ડબે ભાવ રૂ. ૪૦૦ ઊંચા

અમદાવાદઃ સૌરાષ્ટ્ર સહિત રાજ્યભરમાં કાચા સોનારૂપી વરસાદ વરસ્યો છે, પરંતુ રાજ્યના કેટલાક જિલ્લામાં વરસાદની મહેર થઇ છે તો કેટલાક ઠેકાણે વરસાદે કાળો કહેર સર્જ્યો છે. સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લામાં ભારેથી અતિ ભારે વરસાદને કારણે જમીનોનું ધોવાણ થતાં મગફળીના પાકને નુકસાન થયાની ભીતિ સેવાઇ રહી છે ત્યારે સિંગતેલના ડબાનો ભાવ રૂ. ૧૯૦૦થી ઉપર મજબૂત સપાટીએ છે. ઉલ્લેખનીય છે કે પાછલા વર્ષની સરખામણીમાં આ ભાવ ડબે રૂ. ૪૦૦ ઊંચા છે. પાછલા વર્ષે આ સમયગાળામાં સિંગતેલના ભાવ રૂ. ૧૫૦૦ની આસપાસ જોવાયા હતા. સ્ટોકિસ્ટોના કહેવા પ્રમાણે રૂપિયો નબળો પડતા આયાતી તેલ વધુ મોંઘુ થતાં તથા નવી સિઝનની પિલાણ માટેની મગફળી મોડી આવવાની સંભાવનાઓ પાછળ સિંગતેલના ભાવમાં મજબૂત ટ્રેન્ડ જોવા મળ્યો છે. આગામી દિવસોમાં તહેવારોની સિઝન શરૂ થઇ રહી છે ત્યારે સિંગતેલના ભાવ ડબે રૂ. ૧૯૫૦થી ૨૦૦૦ની સપાટીએ જાય તેવી પણ સંભાવના વેપારીઓ દ્વારા વ્યક્ત કરાઇ છે.
You might also like