ખેડૂતોની અવગણનાં કરવી જ નકસલવાદનો જન્મ છે : નાના પાટેકર

લાતુર : બોલિવુડ અભિનેતા નાના પાટેકરે મહારાષ્ટ્રનાં દુષ્કાળગ્રસ્સ મરાઠવાડાનાં આત્મહત્યા કરી ચુકેલા ખેડૂતોની વિધવાઓને 15-15 હજાર રૂપિયાનાં ચેકનું વિતરણ કર્યું હતું. કાર્યક્રમ બાદ તેમણે એક વાતચીતમાં જણાવ્યું કે ખેડૂતોની મદદ કરવી તેમનાં જીવનનું લક્ષ્ય છે. લાતુરમાં આયોજીત એક કાર્યક્રમમાં નાના પાટેકરે કહ્યુંકે ખેડૂતોની આત્મહત્યાનો કોઇ ઉકેલ લાવી શકાય છે. હું દરેક ખેડૂતને અપીલ કરૂ છું કે એવું કોઇ અણધાર્યું પગલું ન ભરે.

પાટેકરે વાતચીત દરમિયાન કહ્યું કે હું આવી રીતે ખેડૂતોને મરતા ન જોઇ શકું. જરા વિચારો કેવું લાગે છે જ્યારે આધેડ ઉંમરની 100થી વધારે વિધાવાઓ 15 હજાર રૂપિયાનો ચેક લેવા માટે લાઇનમાં બેઠેલી હોય. દેશ માટે આનાથી મોટી શરમજનક બાબત કઇ હોઇ શકે. તેમણે કહ્યું કે પ્રખ્યાત મરાઠી અભિનેતા મકરંદ અનસપુરે તેમને આ અભિયાનમાં જોડાવા માટે અપીલ કરી હતી. 

પાટેકરે કહ્યું કે બધા જ જાણે છેકે વરસાદનાં અભાવે ખેડૂતો આત્મહત્યા કરી રહ્યા છે. માટે સરકારને દોષ દેવો યોગ્ય નથી. આવા સમયે રાજકારણ કરવાનાં બદલે તમામ પક્ષોએ ખેડૂતની પડખે ઉભુ રહેવું જોઇે. પહેલા જ્યારે પાટેકરે પોતાની બચતમાંથી ખેડૂતોને મદદ કરવાનું વચન આપ્યું હતું. પરંતુ ખેડૂતોની મદદ ચલાવાયેલા અભિયાનને હવે દેશ વિદેશમાંથી સહાયતા મળી રહી છે. પરંતુ પાટેકરનું માનવું છે કે ખેડૂતોની અવગણનાનાં ઘણા ખરાબ પરિણામો આવી શકે છે. 

પાટેકરે દાવો કર્યો કે ભવિષ્યમાં ખેડૂત ક્રાંતિથી ઇન્કાર કરી શકાય નહી. જો ખેડૂત પોતાનો જીવ આપી શકતા હોય તો પછી તેઓ બીજાનો જીવ લઇ પણ શકે છે. જો આવું જ ચાલતું રહ્યું તો તે દિવસ દુર નથી જ્યારે ખેડૂતો પણ નકસલી બની જશે અને સરકારની વિરુદ્ધ મોરચો માંડશે. તેમણે મીડિયાની પણ આકરી ઝાટકણી કાઢી હતી. તેમણે કહ્યું કે મીડિયાનું ફોકસ ખેડૂતો પર હોવું જોઇએ તેનાં બદલે ફોકસ ઇન્દ્રાણી મુખર્જી પર વધારે હોય છે. તેણે કહ્યું કે હું પોતે એક ગરીબ પરિવારમાંથી આવું છું.મારે જ્યારે 13 વર્ષની ઉંમરે કામ કરવું પડતું હતું માટે હું બાળ મજુરીનું દર્દ સમજી શકું છું. 

You might also like