ખાવાનું બગડી ગયું છે એ ડિટેક્ટ કરતું સેન્સર

હવે ગ્રોસરી સ્ટોરમાંથી ખરીદતી વખતે કે રેફ્રિજરેટર કે સ્ટોરરૂમમાં પડી રહેલું ખાવાનું બગડી ગયું છે કે ખાવાલાયક છે એ જાણવા માટે એક સેફ ટેક્નિક સંશોધકોએ ખોળી કાઢી છે. કોઈ પણ ચીજ સડવાનું શરૂ થાય તો એમાં થતા કેમિકલ ફેરફારો અને ગેસ પરથી તરત જ પરખ થઈ જાય છે. ઘણીવાર ચીજો બગડી ન હોવા છતાં ખાસ્સો સમય થઈ ગયો હોવાથી અાપણે એ ફેંકી દઈએ છીએ અને ઘણીવાર બગડી ગઈ હોવા છતાં ખબર ન પડતી હોવાથી ખાઈ લઈએ છીએ એ બન્ને કેસમાં અા ડિવાઈસ ખૂબ જ કામનું છે. અા ડિવાઈસને ફૂડની બાજુમાં મૂકીને રાખવાથી એમાંથી નીકળતા ગેસને પારખી લે છે અને એ ઈટેબલ છે કે નહીં એનો ડેટા ડાયરેક્ટ એપ્લિકેશન કનેક્શન દ્વારા તમારા ફોનમાં અાવી જાય છે. 
 

You might also like