ખાન સાથે કામ કરીશ તો મને કોણ જોશેઃ ટાઈગર

જેકી શ્રોફના પુત્ર ટાઈગર શ્રાેફને બોલિવૂડની ખાન ત્રિપુટી સાથે કામ કરવામાં બિલકુલ રસ નથી. અા ઉપરાંત તે મ‌િલ્ટસ્ટારર ફિલ્મોમાં કામ કરવામાં પણ ઈચ્છતો નથી. તે કહે છે કે હું શાહરુખ, સલમાન અને અામિરખાન જેવા સુપરસ્ટાર સાથે કામ કરીશ તો મને કોણ જોશે. હું મારી જગ્યાએ ઠીક છું. વળી, હું મ‌િલ્ટસ્ટારર ફિલ્મો પણ કરવા ઈચ્છતો નથી.

ટાઈગરને માર્શલ આર્ટ પર બનવા જઈ રહેલી અાંતરરાષ્ટ્રીય ફિલ્મ ‘કુંગફૂ’માં કામ કરવાનો પ્રસ્તાવ મળ્યો છે. અા ફિલ્મમાં તે જેકી ચેન સાથે જોવા મળશે. પહેલાં અા ફિલ્મ અામિરખાનને ઓફર થઈ હતી, પરંતુ ‘દંગલ’ ફિલ્મમાં વ્યસ્ત હોવાના કારણે અામિર તે ફિલ્મ ન કરી શક્યો.

ટાઈગર શ્રોફ ‘ફ્લાઈંગ શીખ’ ફિલ્મમાં જેકલીન ફર્નાન્ડીસ સાથે જોવા મળશે. જેકલીન ફિલ્મમાં ડાન્સરની ભૂમિકા ભજવી રહી છે. ટાઈગર જેકલીન સાથે તો કામ કરી રહ્યો છે, પરંતુ તેની દિલની ઈચ્છા કેટરીના કૈફ સાથે કામ કરવાની છે. કેટરીનાએ જ્યારથી એવું નિવેદન અાપ્યું છે કે તેને જુનિયર સ્ટાર સાથે કામ કરવામાં મજા અાવે છે ત્યારથી ટાઈગરની તેની સાથે કામ કરવાની ઈચ્છા વધુ પ્રબળ બની છે. અામ જોવા જઈએ તો ટાઈગર ગણી ગણીને ફિલ્મો પસંદ કરી રહ્યો છે. 

 

You might also like