ખાડાવાળા રોડથી બચવા નેધરલેન્ડની કંપનીઅે રિસાઈકલ્ડ પ્લાસ્ટિકના રોડ બનાવ્યા

ભારતનાં મોટા ભાગનાં શહેરોમાં ઊબડખાબડ રસ્તા જોવા મળે છે. સતત ભાંગી-તૂટી જતા રોડનો કાયમી ઇલાજ નેધરલેન્ડની એક કંપનીઅે શોધી કાઢ્યો છે. વોકરવેસલ્સ નામની અા કંપનીઅે નેધરલેન્ડના રોટરડેમ શહેરમાં પ્લા‌િસ્ટકની રિસાઈકલ્ડ કરેલી બોટલમાંથી રોડ બનાવ્યા છે. કંપનીનું કહેવું છે કે ડામરના રોડ બનાવવાથી સમગ્ર વિશ્વમાંથી વર્ષેદહાડે વાતાવરણમાં ૧૬ લાખ ટન જેટલો હાનિકારક કાર્બનડાયોક્સાઈ ભળે છે તેની સરખામણીમાં અા રોડ અોછું પ્રદૂષણ ફેલાવે છે. વળી, તે ૪૦ ડિગ્રીથી લઈને ૮૦ ડિગ્રી સુધીનું તાપમાન સહન પણ કરી શકે છે. વળી, તે ડામર કરતાં વધુ શક્તિશાળી છે. અાવા રોડ તૈયાર પણ ઝડપથી થઈ જાય છે. તે વજનમાં હળવા છે અને તેમાં ખાડા પડવાની કોઈ પણ શક્યતા નથી. અા રોડને વચ્ચેથી પોલાણવાળા બનાવવાથી તેની અંદરથી ગટર, પાણી, ટેલિફોન, ઇન્ટરનેટ વગેરે પાઈપલાઈન પણ પસાર કરી શકાય છે અને રસ્તાના ભંગાણના લીધે વારંવાર ખોદકામ પણ કરવું પડતું નથી. 
 

You might also like