ખાંડ-ઘઉંના વાયદામાં ઉછાળાના પગલે હાજર બજાર મજબૂત

અમદાવાદઃ કેન્દ્ર સરકાર દ્વારા પાછલાં સપ્તાહે ઘઉંની આયાત પર ૧૦ ટકા જકાત ડ્યૂટી લાદી છે, જેના લીધે ઘઉંના વાયદામાં ઉછાળો નોંધાયો છે. સપ્ટેમ્બર વાયદો શુક્રવારે નીચી સપાટીથી ચાર ટકા વધ્યો છે. એ જ પ્રમાણે ખાંડમાં પણ એમસીડેક્સ પર ઓક્ટોબર વાયદો ૨૩ જુલાઇથી નીચી સપાટીથી ૧૮ ટકા વધ્યો છે. આમ, ઘઉં અને ખાંડના વાયદા બજારમાં જોવા મળેલી મજબૂતાઇના પગલે હાજર બજારમાં પણ બેથી ચાર ટકાનો મજબૂત સુધારો નોંધાયો છે.બજારના જાણકારોના જણાવ્યા પ્રમાણે ખાંડ અને ઘઉંના વાયદાના ભાવમાં વધારો થવાની સાથે ટ્રેડરોએ આ કોમોડિટીમાં આઉટસ્ટેન્ડિંગ પોઝિશન અને ઓપન ઇન્ટરેસ્ટ પોઝિશન બનાવી છે, જેના કારણે ટ્રેડરોનું એવું સેન્ટિમેન્ટ છે કે ભાવમાં હજુ પણ વધારો થઇ શકે છે. સ્થાનિક જથ્થાબંધ વેપારીઓના જણાવ્યા પ્રમાણે આગામી દિવસોમાં તહેવારોની સિઝન આવી રહી છે અને તેમાં મોટી માગ જોવાવાની શક્યતાઓ પાછળ વાયદા બજારની પાછળ પાછળ હાજર બજારમાં પણ મજબૂત ટોન જોવા મળી રહ્યો છે.
You might also like