ક્લાર્ક કેરિયરની છેલ્લી ટેસ્ટ મેચ યાદગાર બનાવશે

ઓવલ: ઇંગ્લેન્ડ સામે આજથી શરૂ થઈ રહેલી ઓવલ ટેસ્ટ મેચ રમ્યા બાદ ઓસ્ટ્રેલિયન કેપ્ટન માઇકલ ક્લાર્ક નિવૃત્ત થનાર છે. આની સાથે જ ઓસ્ટ્રેલિયાના વધુ એક ધરખમ ખેલાડીની કેરિયરનો અંત આવી જશે. માઇકલ ક્લાર્કે પોતાની ટેસ્ટ કેરિયરમાં એક પછી એક ઘણી સફળતાઓ એક બેટ્સમેન તરીકે હાંસલ કરી હતી. ક્લાર્ક પહેલાથી જ કહી ચુક્યો છે કે, ઓવલ ટેસ્ટ મેચ તેની કેરિયરની અંતિમ ટેસ્ટ મેચ રહેશે. માઇકલ ક્લાર્કે હજુ સુધી ૨૮ ટેસ્ટ સદી ફટકારી છે.આ ઉપરાંત વન-ડેમાં પણ તે ૮ સદી ફટકારી ચુક્યો છે. ૧૧૪ ટેસ્ટ મેચ રમ્યા બાદ ૧૧૫મી ટેસ્ટ તેની કેરિયરની અંતિમ ટેસ્ટ મેચ રહેશે. ઓસ્ટ્રેલિયા પણ શાનદાર જીત સાથે ક્લાર્કને વિદાય આપવા માટે ઉત્સુક છે. અગાઉ ચોથી ટેન્ટબ્રિજ ટેસ્ટમાં ત્રીજા દિવસે જ એક ઇંનિગ્સ અને ૭૮ રને ઓસ્ટ્રેલિયાની હાર થયા બાદ કેપ્ટન માઇકલ ક્લાર્કે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી દીધી હતી.  પાંચમી અને અંતિમ ટેસ્ટ મેચ આજથી ઓવલ ખાતે રમાનાર છે જે તેની કેરિયરની અંતિમ ટેસ્ટ મેચ રહેશે. માઇકલ ક્લાર્ક ઓવલ ટેસ્ટ મેચમાં મેદાનમાં ઉતરશે ત્યારે તે તેની ૧૧૫મી અને અંતિમ ટેસ્ટ મેચ રહેશે. પોતાની જનરેશનના સર્વશ્રેષ્ઠ બેટ્સમેનોમાં સ્થાન ધરાવનાર ૩૪ વર્ષીય માઇકલ ક્લાર્કની આજે ટેન્ટબ્રિજ ખાતે ચોથી ટેસ્ટમાં હાર થયા બાદ ચિંતાજનક સ્થિતિ હતી. માઇકલ ક્લાર્કની સમગ્ર કેરિયર ખુબ શાનદાર રહી છે. અલબત્ત વારંવાર પીઠની તકલીફ રહી છે અને અન્ય ઇજાઓ પણ તેને રહી છે છતાં માઇકલ ક્લાર્ક ઓલટાઇમ ઓસ્ટ્રેલિયન સારા ખેલાડીઓમાં સ્થાન મેળવી લેવામાં સફળ રહ્યો છે. તે કેટલીક એવી સિદ્ધિઓ મેળવી ચુક્યો છે જે ઓસ્ટ્રેલિયન મેળવી શક્યા નથી.  સ્ટીવ સ્મિથ બાંગ્લાદેશ સામેની આગામી ટેસ્ટ શ્રેણીમાં કેપ્ટન તરીકેની જવાબદારી તેવી શક્યતા છે. માઇકલ ક્લાર્કે પોતાની કેરિયરમાં ૨૮ ટેસ્ટ સદી ફટકારી હતી જે મહાન ખેલાડી ડોન બ્રેડમેનની સદી કરતા એક સદી ઓછી છે. માઇકલ ક્લાર્કે પોતાની કેરિયરમાં ૧૧૪ ટેસ્ટ મેચ રમી છે. ક્લાર્કનો દેખાવ એશીઝ શ્રેણીમાં ખુબ જ નિરાશાજનક રહ્યો છે. તે આઠ ઇનિંગ્સમાં ૧૬.૭૧ રનની સરેરાશ સાથે રન બનાવી શક્યો છે. સમગ્ર શ્રેણીમાં તેનો ફ્લોપ શો રહ્યો છે. તેના કંગાળ દેખાવની ચારેબાજુ ટિકા થઇ રહી હતી. તે હાલમાં ફ્લોપ હોવાથી તેની સરેરાશ ૫૦થી નીચે ઉતરી હતી.
 
You might also like