ક્રિસ ગેઇલે ૩૬મો જન્મદિવસ ઉજવ્યો

જમૈકા : વેસ્ટ ઇન્ડિઝના સ્ટાર ક્રિકેટર ક્રિસ ગેઇલ પોતાનો ૩૬મો જન્મદિવસ ઉજવી રહ્યા છે. ગેઇલનો જન્મ ૧૯૭૯માં જમૈકામાં થયો હતો અને તેમણે પોતાની આંતરરાષ્ટ્રીય કારકિર્દીની શરૂઆત ૧૯૯૯માં ભારત વિરુદ્ધ કરી હતી. તે વેસ્ટ ઇન્ડિઝના એક વિસ્ફોટક બેટ્સમેનના રૂપમાં પ્રખ્યાત છે, બોલિંગમાં પણ તે યોગદાન આપે છે અને મેદાનમાં તે ખૂબ જ શાંત રહે છે. ક્રિસ ગેઇલની બેટિંગ સામે દુનિયાનો કોઇ બોલર ટકી શકતો નથી. જ્યારે તે ફોર્મમાં હોય છે ત્યારે તેને કોઇ રોકી શકતું નથી. ક્રિસ ગેઇલની બધી વાતો ખાસ હોય છે, તે પછી ભલેને ક્રિકેટનું મેદાન હોય કે પછી તેમનું ઘર. ક્રિસ ગેઇલની ક્રિકેટ જગતમાં એક અલગ જ ઓળખાણ છે. તેમણે પોતાના જન્મદિવસ પર ઘરમાં જ પોલ ડાન્સની વ્યવસ્થા કરી દીધી છે. ક્રિકેટના મેદાનમાં ક્રિસ ગેઇલ ભલે ઓછું હસતા હોય, પરંતુ પોતાના જીવનમાં તે ખૂબ જ રોમેન્ટિક માણસ છે. 

You might also like