ક્રિકેટર શ્રીલંકા પ્રવાસ પર પત્ની- ગર્લફ્રેન્ડને સાથે નહીં લઈ જઈ શકે

નવી દિલ્હીઃ શ્રીલંકાના પ્રવાસ પર ટીમ ઇન્ડિયાના ખેલાડી પોતાની ગર્લફ્રેન્ડ કે પત્નીને સાથે લઈ જઈ નહીં શકે. બીસીસીઆઇએ આ નિર્ણય કર્યો છે. બોર્ડનું કહેવું છે કે વિરાટ કોહલીના નેતૃત્વમાં ૧૫ સભ્યોની ટીમના મોટા ભાગના ખેલાડી બાંગ્લાદેશના પ્રવાસેથી પાછા ફર્યા બાદથી બ્રેક પર છે. એવામાં તેઓએ ખેલાડીઓ દ્વારા પત્નીઓ કે ગર્લફ્રેન્ડ્સને પ્રવાસે લઈ જવા સાથે જોડાયેલા નક્કી પ્રોટોકોલને જ અનુસરવું જોઈએ. બીસીસીઆઇના એક અધિકારીએ કહ્યું કે મોટા ભાગના ખેલાડી એક મહિનાથી આરામ ફરમાવી છે. તેઓ પાસે પોતાના પરિવાર સાથે સમય વિતાવવાનો પૂરતો સમય હતો. આ જ કારણે અમે આ નિર્ણય કર્યો છે.રવિ શાસ્ત્રી મોડો પહોંચશેકોચ વિના શ્રીલંકા જનારી ટીમ ઇન્ડિયા સાથે પ્રવાસની શરૂઆતમાં ડિરેક્ટરર રવિ શાસ્ત્રી પણ નહીં હોય. શાસ્ત્રી હાલમાં ઈંગ્લેન્ડમાં રમાઈ રહેલી એશીઝમાં કોમેન્ટરી આપી રહ્યો છે. એવી આશા રાખવામાં આવી રહી છે કે તે ૧૨ ઓગસ્ટે શરૂ થઈ રહેલી પહેલી ટેસ્ટ મેચ પહેલાં શ્રીલંકા પહોંચશે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર શાસ્ત્રીએ આ અંગે બીસીસીઆઇને અગાઉથી જ જાણકારી આપી દીધી છે. ઉલ્લેખનીય છે કે બીસીસીઆઇ હેડ કોચ તરીકે હજુ સુધી ડંકન ફ્લેચરનો કોઈ વિકલ્પ શોધી શકી નથી. સૂત્રોના જણાવ્યા અનુસાર આ મુદ્દે ટૂંક સમયમાં એડ્વાઇઝરી કમિટીના સભ્યો સચીન, લક્ષ્મણ અને ગાંગુલી બેઠક યોજવાના છે.
 

You might also like