ક્રિકેટર ભૂવનેશ્વર કુમારના પિતાને મળી ધમકી

મેરઠ : ભારતીય ક્રિકેટ ટીમના ફાસ્ટ બોલર ભુવનેશ્વરકુમારના પિતાને ફોન પર ધમકી મળી છે. આ અંગે મળતી જાણકારી મુજબ જમીન મામલે તેમને ધમકી મળી હોવાનું જાણવા મળેલ છે. ભૂવનેશ્વરકુમારના પિતાએ ધમકી મળી હોવાની ફરિયાદ મેરઠના ડીઆઇજીને કરી હતી. ત્યારબાદ તેના પરિવારની સુરક્ષા વધારવામાં આવી હતી. હાલમાં ભૂવનેશ્વરકુમાર શ્રીલંકા પ્રવાસમાં ભારતીય ટીમ સાથે જોડાયેલ છે. જ્યારે તેના માતા-પિતા મેરઠના ગંગાનગરના જીપી-બ્લોકમાં રહે છે. ભૂવનેશ્વરના પરિવારે થોડા સમય અગાઉ જ બુલંદશહરમાં જમીન ખરીદી હોવાનું જાણવા મળેલ છે. જે વ્યક્તિ પાસેથી આ જમીન ખરીદી છે તે વ્યક્તિ હાલમાં જેલમાં છે. જમીનની રકમ પણ ચુકવી દેવામાં આવી છે. મેરઠની પોલીસે ભૂવનેશ્વરકુમારના ઘરની સુરક્ષાવ્યવસ્થા સઘન કરવામાં આવી છે.

You might also like